OMG!/ 9 માળની બિલ્ડિંગથી નીચે પડ્યો આ શખ્સ, પછી ઉભો થઇને બોલ્યો ‘શું થયુ’

અમેરિકામાં એક વ્યક્તિએ બિલ્ડિંગનાં નવમાં માળેથી નીચે કૂદકો માર્યો હતો. પરંતુ વ્યક્તિનું નસીબ કેટલુ સારું હતું કે આટલી ઉંચાઈ પરથી પડ્યા બાદ પણ તે બચી ગયો.

Ajab Gajab News
9 માળની બિલ્ડિંગથી પડ્યો શખ્સ

અમેરિકાનાં ન્યૂ જર્સીમાં એક વ્યક્તિએ બિલ્ડિંગનાં નવમા માળેથી નીચે કૂદકો માર્યો હતો. પરંતુ વ્યક્તિનું નસીબ કેટલુ સારું હતું કે આટલી ઉંચાઈ પરથી પડ્યા બાદ પણ તે બચી ગયો. જો કે, વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

9 માળની બિલ્ડિંગથી પડ્યો શખ્સ

આ પણ વાંચો – ડ્રગ્સ કેસ / NCBનું ચોંકાવનારું પંચનામુ, આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ શિપ પર કરવાના હતા ડ્રગ્સનું સેવન

આપને જણાવી દઇએ કે, જર્નલ સ્ક્વેર નજીક એક 31 વર્ષીય વ્યક્તિએ 9 મા માળેથી છલાંગ લગાવી હતી. આટલી ઉંચાઇથી નીચે કૂદકો માર્યા પછી, તે પાર્કિંગમાં પાર્ક કરેલી કાળા રંગની BMW કાર પર પડ્યો હતો. જેના કારણે આટલી ઉંચાઈ પરથી પડ્યા બાદ પણ તેનો જીવ બચી ગયો હતો. જોકે, માણસ પડ્યા બાદ BMW કારની છત પર પડ્યો જેના કારણે તે તૂટી ગઇ હતી.

9 માળની બિલ્ડિંગથી પડ્યો શખ્સ

કારની બારીઓ પણ આ ઘટનાથી તૂટી ગઇ અને વ્યક્તિ ઘાયલ પણ થયો છે. સ્થાનિક મીડિયાએ પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને કહ્યું કે, સ્થળ પર જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો. જે પછી બહાર આવ્યું કે કોઈ વ્યક્તિ કારની ઉપર પડ્યો હતો. જેણે કારની બારીઓ પણ તોડી નાખી હતી. શખ્સનાં આટલી ઉંચાઇથી નીચે પડ્યા બાદ આખી કારને ભારે નુકસાન થયું હતું.

9 માળની બિલ્ડિંગથી પડ્યો શખ્સ

આ પણ વાંચો – વિચિત્ર અકસ્માત / ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત થતા ત્રણ વાહનમાં આગ લાગી, બે લોકોનાં મોત થયા

વળી, જે વ્યક્તિ કારની ઉપર પડ્યો હતો તે પીડાથી બૂમો પાડી રહ્યો હતો. તેના હાથ વળી ગયા હતા. તેના ચહેરા પર લોહી હતું. સાક્ષીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી, જેમણે ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. રિપોર્ટ અનુસાર, તે વ્યક્તિ બિલ્ડિંગની ખુલ્લી બારીમાંથી નીચે કૂદી ગયો હતો, જેની ઉંચાઈ લગભગ 100 ફૂટ હતી. કારની ઉપર પડ્યા પછી પણ, માણસ પોતાની જાતે ઉભા રહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ ઘટનાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે જોઈને અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો પીડાદાયક હતો.