Viral Video/ સાઈકલ લઈને પર્વત પરથી યુવતીએ માર્યો કૂદકો, વીડિયો થયો વાયરલ

વીડિયોમાં જોઈને એવું નથી લાગી રહ્યું કે યુવતીને આ પ્રકારનો ખતરનાક સ્ટંટ કરતા જરા પણ ડર લાગ્યો હોય. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે 95 મિલિયન વ્યૂ મળી

Ajab Gajab News
Bicycle Stunt

તમે ફિલ્મોમાં સાઈકલ સ્ટંટ ખુબ જોયા હશે પરંતું શું તમે વાસ્તવિકમાં કોઈ ઉંચા પર્વત પરથી સાઈકલ પર સ્ટંટ કરતા જોયા છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી ઉંચા પહાડ પરથી સાઈકલ લઈને નીચે કૂદતી જોવા મળે છે. વીડિયો જોઈને તમે પણ કહી ઉઠશો… ઓહ માય ગોડ!!

વીડિયોમાં યુવતીને સાઈકલ સાથેનો સ્ટંટ જોઈને તમે પણ વિચારમાં પડી જશો. તમે ક્યારેક જ આવો સ્ટંટ જોયો હશે. જોઈ શકાય છે કે એક યુવતી સાઈકલ લઈને ઉંચા પર્વત પર ઉભી છે. તો બીજી તરફ તેની બાજુએ એક બીજી યુવતી ઉભેલી નજરે પડે છે. ત્યારે જ સાઈકલ ચલાવતી યુવતી ઝડપીથી સાઈકલ લઈને આગળ વધે છે અને પર્વત પરથી કૂદી જાય છે. આ દ્રશ્ય ખુબ જ રોમાંચક અને દિલના ધબકારા વધારી દે તેવું છે.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે યુવતી પર્વત પરથી કૂદ્યા પછી સલામત રીતે જમીન પર પહોંચી જાય છે, જે બાદ તે ઝડપીથી સાઈકલ ચલાવીને સામેની એક બીજા એક ટેકરા પરથી આવતી જોવા મળે છે. આ દ્રશ્ય આશ્ચર્યમાં મુકી દે એવો છે. ઉભા પર્વત પર ચડવું એટલું સરળ નથી હોતું. જોકે, આ યુવતી માટે ખુબ જ સરળ લાગી રહ્યું છે.

જુઓ આ વીડિયો…

https://www.instagram.com/reel/CbGcTWnsi6U/?utm_source=ig_web_copy_link

વીડિયોમાં જોઈને એવું નથી લાગી રહ્યું કે યુવતીને આ પ્રકારનો ખતરનાક સ્ટંટ કરતા જરા પણ ડર લાગ્યો હોય. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે 95 મિલિયન વ્યૂ મળી ચૂક્યા છે. તો બીજી તરફ 61 લાખથી વધારે લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.

આ પણ વાંચો: જો તમને ભારત એટલું ગમે છે, તો ત્યાં જાઓ”, મરિયમ નવાઝે ઈમરાન ખાન પર સાધ્યુ નિશાન

આ પણ વાંચો: ભાવનગરમાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા ભાજપનાં આગેવાનો દોડતા થયા

આ પણ વાંચો: ન્યાય’ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે : રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ

આ પણ વાંચો: શું હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો કરશે..?