જીવનમાં દરેક વ્યક્તિને જીવનસાથીની જરૂર હોય છે,જીવનસાથીની પસંદગી માટે સામાન્ય રીતે લોકો સંબધી દ્વારા કે પછી કોઇ મરેજ બ્યુરોમાં નામ નોંધાવીને લગ્ન માટે પોતાના નામનું રજિસ્ટર્ડ કરાવતા હોય છે,જયારે આધુનિક સમયમાં લોકો ડેટિંગ એપ્સનો સહારો પણ લે છે પરંતુ એક યુવતીએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. 2 વર્ષથી સિંગલ, 29 વર્ષની બ્યુટી ઇન્ફ્લુઅન્સર કેરોલિના ગેઇટ્સે કંઈક અનોખું કર્યું.આ માટે તેણે હાથમાં એક પોસ્ટર લીધું જેના પર લખ્યું હતું – ‘પતિની શોધમાં’ અને શહેરમાં ફરવા લાગી. સોહોમાં રહેતી 5-ફૂટ-9 મોડેલે ધ પોસ્ટને કહ્યું, હું ‘પતિની શોધમાં એવું લખેલું સાઇન બનાવવાનું નક્કી કર્યું અને શહેરના રોડ પર બોર્ડ લઇને ફરવા લાગી.
ઉલ્લેખનીય છે કે પતિ શોધવા માટે તેણે હાથમાં એક પોસ્ટર લીધું જેના પર લખ્યું હતું ‘મારે પતિની જરૂર છે અને શહેરમાં ફરવા લાગી. સોહોમાં રહેતી 5-ફૂટ-9 મોડેલે ધ પોસ્ટને કહ્યું, “હું’પતિની શોધમાં’ એવું લખેલું સાઇન બનાવવાનું નક્કી કર્યું અને શહેર જાહેર રસ્તા પર ફરી રહી છે, ટિન્ડર અને હિન્જ જેવી ડેટિંગ એપ પર સમય બગાડવા જેવું હોવાથી તેણે આ અનોખી તરકીબ અપનાવી છે. હાથમાં બોર્ડ લઇને પોતાના માટે પતિની જરૂરિયાત છે તેની જાહેરાત કરી રહી છે. આ અનોખો પ્રયોગ કેટલો કારગત નીવડશે તે તો આવનાર સમય જ બતાવશે,પણ હાલ આ મોર્ડલની વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે.