Crime Branch/ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનોલોજી ની મદદથી દેશભરમાં 500થી વધારે કાર ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડી

ગેંગએ દેશભરમાં 500થી વધુ ગાડીઓની ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ કોણ છે આ આરોપીઓ જેમને લક્ઝુરિયસ ગાડીઓની ચોરી કરીને આતંક મચાવ્યો હતો

Top Stories Gujarat
5 19 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનોલોજી ની મદદથી દેશભરમાં 500થી વધારે કાર ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનોલોજી ની મદદથી દેશભરમાં 500 થી વધારે પ્રીમિયમ કાર ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડી છે. તે સાથે જ બે આરોપીની ધરપકડ કરે છે. દેશ વ્યાપી વાહન ચોરી અને RTO પાસીંગ કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.

લક્ઝુરિયસ ગાડીની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના માસ્ટર માઈન્ડ એવા 2 આરોપીની ધરપકડ કરાઈ.આ ગેંગએ દેશભરમાં 500થી વધુ ગાડીઓની ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ કોણ છે આ આરોપીઓ જેમને લક્ઝુરિયસ ગાડીઓની ચોરી કરીને આતંક મચાવ્યો હતો.અને શું છે આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી જોઈએ.

આ કાર દિલ્હીથી ચોરી થતી હતી
આ લક્ઝ્યુરિયસ ગાડીઓ કોઈ શો રૂમમાં નથી પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તેને જોવા મળી રહી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે છે. ક્રાઇમ બ્રાન્ચે આ ગાડીઓની ચોરી કરનાર માસ્ટર માઈન્ડ એવા ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના સાગી રો તો સાથે ભેગા મળીને ગેંગ બનાવેલી છે.

અશરફસુલતાન ગાજી અને ઝારખંડમાં રાંચીના ઈરફાન ઉર્ફે પિન્ટુ પઠાણની ધરપકડ કરીને આંતરરાજ્ય વાહન ચોરી અને RTO પાસીંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો.આ બંને આરોપીઓ જેમની ગેગમાં 20થી વધુ સભ્યો છે. જેઓ કાર ચોરી કરતા હતા અને ત્યાર બાદ પકડાયેલ આરોપી અશરફસુલતાન અને ઈરફાનને આપતા હતા.આ ગાડીના બદલામાં આરોપીઓ પોતના સાગરીતોને 3 થી 4 લાખ રૂપિયા આપતા હતા. આરોપીઓ અરુણાચલ પ્રદેશ,આસામ , નાગાલેન્ડ અને અન્ય સેવન સિસ્ટર રાજ્યોમાંથી RTO ના NOC લેટર તથા પાસીંગ કરાવીને કાર વેચી દેતા હતા. આ આરોપી અમદાવાદના એક ડીલરને ગાડી વેચવા આવ્યા અને અને અમદાવાદ એ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

DCP, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય મંડલીકે કહ્યું કે  લક્ઝ્યુરિયસ કારની ચોરી કરતી આ ગેંગની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો આ ગેંગ જુદા રાજ્યોમાં કારના સુરક્ષાને ડી કોડ કરીને 500થી વધુ પ્રીમિયમ કારની ચોરી કરેલ છે.કોઈ પણ કાર હોય તેનું ફીચર્સ ગમે તેટલી સુરક્ષા આપતી હોય તેને સેન્સરવાળૂ લોક ડી કોડ કરતા હતા. જેમાં લેપટોપ દ્વારા ગાડીઓના લોકનો કોડ બદલીને નવો કોડ નાખીને લોક તોડીને ગાડીની ચોરી કરતા હતા.ત્યાર બાદ આરોપીઓ ગાડીઓના એન્જીન ચેસીસ નંબરો બદલી નાખી અન્ય ગાડીઓના નંબરો નાખી દેતા હતા.જે અન્ય રાજ્યોના RTOના અધિકારીની મિલીભગતથી NOC લેટર બનાવીને RTO પાસીંગ કરાવતા હતા.આ ગેંગ એક રાજ્યમાં ગાડીઓ ચોરી કરતી હતી અને બીજા રાજ્યોમાં વેચાણ કરતી .અને ગાડીના વેચાણ કરવા ફ્લાઈટ માં ડીલ કરવા જતા હતા.જેઓ પોતાના ટ્રાવેલીગ ચાર્જ જેમાં રહેવા અને જમવાનો ખર્ચ વસુલતા હતા.આ પ્રકારે ગેંગ દ્વારા 500થી વધુ લક્ઝ્યુરિયસ ગાડીઓ ચોરી કરી છે.જેમાં ફોર્ચ્યુનર, ઇનોવા, સ્કોર્પિયો, ક્રેટા, બ્રેઝા અને અલકઝાર જેવી લક્ઝ્યુરિયસ ગાડીઓને ટાર્ગેટ કરતા હતા અને ગાડી ચોરીઓને લાવતા હતા.

વધુમાં ડીસીપી ચૈતન્ય મંડલીકે કહ્યું કે ફોરવીલર ગાડી ખરીદનારને થોડા દિવસ પછી એનઓસી લેટર આવશે ત્યારે આરટીઓ માંથી નવું પાર્સિંગ થશે નોંધનીય છે કે દિલ્હીમાં 10 મિનિટમાં એક ગાડી ચોરી થાય છે.આ ગેંગ દ્વારા છેલ્લા 5 વર્ષથી દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં અસંખ્ય ગાડીઓ ચોરી કરી છે.જો કે દિલ્હી શહેરની એન્ટી ઓટો થેફ્ટ સ્કોડ છેલ્લા દોઢ વર્ષથી અશરફ સુલતાને શોધી રહી હતી.આરોપી અશરફસુલતાન અગાઉ 10 જેટલા ગુનામાં ઝડપાયો હતો. જયારે ઈરફાન પ્રથમ વખત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે.. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 1.32 કરોડની લક્ઝ્યુરિયસ ગાડીઓ જપ્ત કરી છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

વિશાલ મહેતા, અમદાવાદ