સાવધાન/ પૃથ્વી પર આવી રહી છે મોટી આફત,રેડિયો, જીપીએસ, સેટેલાઇટ સિસ્ટમ બંધ થઇ જશે!

વૈજ્ઞાનિકોના મતે આ દિવસોમાં સૂર્ય ખૂબ જ સક્રિય છે. જેના કારણે જીઓમેગ્નેટિક તોફાનો આવી શકે છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં (M વર્ગ) M-વર્ગ અને (X વર્ગ) X-વર્ગના જ્વાળાઓ કહે છે

Ajab Gajab News Trending
29 પૃથ્વી પર આવી રહી છે મોટી આફત,રેડિયો, જીપીએસ, સેટેલાઇટ સિસ્ટમ બંધ થઇ જશે!

પૃથ્વી પર મોટી હોનારત સર્જાઇ શકવાની આશંકા સેવાઇ રહી છે, મંગળવારે  સૂર્યમાંથી સાપ જેવો ફિલામેન્ટ પૃથ્વી પર ટકરાઇ શકે છે જેના લીધે અનેક ગ્રહો પ્રભાવિત થઇ શકે છે,જેના લીધે ટીવી કોમ્યુનિકેશન, રેડિયો અને જીપીએસ સિસ્ટમ પણ પ્રભાવિત થઇ શકે છે,આ સૌર જ્વાળાને કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અને ગરમી ખૂબ વધે છે. જો કે તે પૃથ્વી પર ગરમીમાં વધારો કરશે નહીં, પરંતુ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અસર કરી શકે છે અને સિગ્નલો બંધ થઈ શકે છે.

વૈજ્ઞાનિકોના મતે આ દિવસોમાં સૂર્ય ખૂબ જ સક્રિય છે. જેના કારણે જીઓમેગ્નેટિક તોફાનો આવી શકે છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં (M વર્ગ) M-વર્ગ અને (X વર્ગ) X-વર્ગના જ્વાળાઓ કહે છે. તે સૌથી મજબૂત વર્ગના જ્વાળાઓ મોકલી રહ્યું છે, કારણ કે આ સમયે સૂર્ય સક્રિય છે. જે આગામી 8 વર્ષ સુધી ચાલશે. જેના કારણે સૌર તોફાન આવવાની સંભાવના રહેશે.

28 પૃથ્વી પર આવી રહી છે મોટી આફત,રેડિયો, જીપીએસ, સેટેલાઇટ સિસ્ટમ બંધ થઇ જશે!

કોરોનલ માસ ઇજેક્શન (CME) સૂર્ય પરના સ્પોટને કારણે થાય છે. એટલે કે, સૂર્યની સપાટી પર એક પ્રકારનો વિસ્ફોટ થાય, આ કારણે, એક અબજ ટન ચાર્જ્ડ કણો કલાકના કેટલાક લાખ કિલોમીટરની ઝડપે અવકાશમાં ફેલાય છે. જ્યારે આ કણો પૃથ્વી પર પડે છે, ત્યારે તેઓ ઘણા સેટેલાઇટ નેટવર્ક, જીપીએસ સિસ્ટમ્સ, સેટેલાઇટ ટીવી અને રેડિયો સંચારને અસર કરી શકે છે.