Not Set/ દેશના ટોપ ફાઈવ Smart City રેન્કિંગ્સમાં વડોદરા, અમદાવાદ અને સુરતનો સમાવેશ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા મંગળવારે જારી કરેલા દેશના કુલ 87 શહેરોના Smart City (સ્માર્ટ સિટી) રેન્કિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ત્રણ શહેરને ટોપ ફાઈવમાં સ્થાન મળ્યું છે. આ રેન્કિંગ લિસ્ટમાં વડોદરા બીજા ક્રમે, અમદાવાદ ત્રીજા ક્રમે અને સુરત પાંચમાં ક્રમે છે. આ ઉપરાંત આ લિસ્ટમાં […]

Top Stories Gujarat Rajkot Surat Vadodara India Others Trending
Vadodara, Ahmedabad and Surat are among the top five smart city rankings in the country

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા મંગળવારે જારી કરેલા દેશના કુલ 87 શહેરોના Smart City (સ્માર્ટ સિટી) રેન્કિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ત્રણ શહેરને ટોપ ફાઈવમાં સ્થાન મળ્યું છે. આ રેન્કિંગ લિસ્ટમાં વડોદરા બીજા ક્રમે, અમદાવાદ ત્રીજા ક્રમે અને સુરત પાંચમાં ક્રમે છે. આ ઉપરાંત આ લિસ્ટમાં રાજ્યના અન્ય ત્રણ શહેર રાજકોટ ગાંધીનગર અને દાહોદનો પણ સમાવેશ થયો છે.

રાજકોટ ૧૮માં, ગાંધીનગર ૪૮માં અને દાહોદ ૭૦માં ક્રમે

કેન્દ્ર સરકારના કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ સ્માર્ટ સિટી રેન્કિંગ લિસ્ટમાં ગુજરાતના કુલ છ શહેરોને સ્થાન મળ્યું છે. જેમાં વડોદરા 195.31ના સ્કોર સાથે દેશમાં બીજા, અમદાવાદ 190.96ના સ્કોર સાથે દેશમાં ત્રીજા અને સુરત 179.33ના સ્કોર સાથે દેશમાં પાંચમા ક્રમે આવ્યું છે.

જયારે રાજ્યના અન્ય ત્રણ શહેરોને પણ સ્થાન મળ્યું છે, જેમાં રાજકોટ 72.48ના સ્કોર સાથે 18મા ક્રમે, ગાંધીનગર 16.55ના સ્કોર સાથે 48મા ક્રમે અને દાહોદ 3.55ના સ્કોર સાથે 70મા ક્રમે છે.

આ રેન્કિંગમાં મહારાષ્ટ્રનું નાગપુર શહેર 259.96ના સ્કોર સાથે દેશમાં પ્રથમ ક્રમે છે જ્યારે પૂણે 190.59ના સ્કોર સાથે ચોથા ક્રમે છે.

આ રેન્કિંગમાં દેશમાં ટોપ ટેનમાં સ્થાન મેળવનારા અન્ય શહેરોમાં રાંચી, ઉદયપુર, ભુવનેશ્વર, દાવનગેરે અને એનડીએમસીનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસદીય મતક્ષેત્ર વારાણસી 99.52ના સ્કોર સાથે દેશમાં 11મા ક્રમે છે.

દીવ, સેલવાસ સહિતના ૧૨ શહેરો 0 સ્કોર સાથે 87મા ક્રમે

આં લિસ્ટમાં કુલ 12 શહેરો 0 ના સ્કોર સાથે 87માં ક્રમે એટલે કે છેલ્લા ક્રમે આવ્યા છે. આ ૧૨ શહેરોમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં કેન્દ્રશાસિત પ્રદેશો દીવ અને સેલવાસ ઉપરાંત ઇટાનગર, કાવારતી, બિહાર શરીફ, ગંગટોક, શ્રીનગર, અમરાવતી, જલંધર, મુઝફ્ફરપુર, કરીમનગર અને દહેરાદુન શહેર 0 સ્કોર મેળવીને 87માં ક્રમે રહ્યા છે.

દેશનાં ટોપ ટેન સ્માર્ટ સિટી

રેન્ક શહેર સ્કોર

1 નાગપુર 259.96

2 વડોદરા 195.31

3 અમદાવાદ 190.96

4 પૂણે 190.59

5 સુરત 179.33

6 રાંચી 171.59

7 ઉદયપુર 133.05

8 ભુવનેશ્વર 124.23

9 દાવણગેરે 104.29

10 એનએમડીસી 103.39