Exam/ રાજકોટમાં આ કારણે BA, B.COM ની પરીક્ષા રખાઇ મોકૂફ, જાણીલો હવે ક્યારે લેવાશે પરીક્ષા?

ગુજરાતમાં લાંબા સમયથી પરીક્ષાઓ અને શૌક્ષણિક કાર્યોને કોરોનાનાં ગ્રહણનાં કારણે ધણુ સહન કરવાનો વારો આવ્યો છે અને અંતે મકકમતાથી નક્કી કરવામાં આવ્યું કે,

Gujarat Rajkot
congress bjp રાજકોટમાં આ કારણે BA, B.COM ની પરીક્ષા રખાઇ મોકૂફ, જાણીલો હવે ક્યારે લેવાશે પરીક્ષા?

ગુજરાતમાં લાંબા સમયથી પરીક્ષાઓ અને શૌક્ષણિક કાર્યોને કોરોનાનાં ગ્રહણનાં કારણે ધણુ સહન કરવાનો વારો આવ્યો છે અને અંતે મકકમતાથી નક્કી કરવામાં આવ્યું કે, પરીક્ષા યોજવી અને આ તરીખે યોજવી તેવુ પણ નક્કી કરી દેવામાં આવ્યું, પરંતુ રાજકોટનાં વિદ્યાર્થિઓ હજુ પણ 25 ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી તે પરીક્ષામાં ભાગ નહીં લઇ શકે. કારણ….કારણ કે પરીક્ષાઓ મોકુફ કરી દેવામાં આવી છે અને તેનું કારણ હવે કોરોના નથી, પરંતુ ચૂંટણીઓ છે.

રાજકોટમાં ચૂંટણીના કારણે BA, B.COM ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, આગામી 25 ફેબ્રુઆરીથી BA, B.COM ની પરીક્ષા શરૂ થવાની હતી. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો 21 અને 28 ફેબ્રુઆરીની આવતા હવે BA, B.COMનાં 50000 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી તે પરીક્ષા હવે માર્ચમાં લેવાશે. આપને જણાવી દઇએ કે, ચૂંટણીનાં કારણે પરીક્ષા સેન્ટર અને અધ્યાપકોને ચૂંટણી કામગીરી સોંપાઇ ગઇ હોય આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…