સજા સજા સજા/ બનાસકાંઠામાં પત્નીને ત્રણ તલાક આપનાર અધિકારીને આકરી સજા

ત્રણ તલાક બાળકની માતાને તરછોડી ત્રણ વાર તલાક, તલાક, તલાક કહી અન્ય યુવતી સાથે લગ્ન કરનાર ક્લાસ વન અધિકારીને કોર્ટે સજા ફટકારતા કોર્ટ પરિસરમાં

Top Stories Gujarat Others
ત્રણ તલાક

કાયદાનો ભંગ માત્ર અભણ કરે એવું નથી હોતું, પરંતુ ભણેલા ગણેલા સમાજમાં એક ઉચું સ્થાન ધરાવતા લોકો પણ કાયદાનો ભંગ કરતા હોય છે. આવો જ બનાવ બનાસકાંઠામાં બન્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ટ્રિપલ તલાક મામલે એક અધિકારીને પાલનપુરની કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે. એક પુત્રીની માતાને તરછોડી ત્રણ વાર તલાક, તલાક, તલાક કહી અન્ય યુવતી સાથે લગ્ન કરનાર ક્લાસ વન અધિકારીને કોર્ટે સજા ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો વ્યાપી ગયો હતો. કોર્ટે આરોપીને સજાની સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ટ્રિપલ તલાકના કેસમાં સજા ફટકારવામાં આવી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કેસ છે.

વધુ વિગત અનુસાર વડગામ તાલુકાના જૂનીનગરીની યુવતીના લગ્ન હેબતપુરના વતની સરફરાજખાન બિહારી સાથે થયા હતા. તેમના લગ્નજીવનથી પીડિતાને એક પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ સરફરાઝખાનને દાંતીવાડામાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. નોકરી દરમિયાન તેની સાથે ઓફિસમાં કામ કરતી હિન્દુ યુવતી સાથે સરફરાજખાનને પ્રેમ થતા તેને લઈને નાસી ગયો હતો. તે સમયે પરિવારના સમજાવટથી સરફરાજખાને યુવતીને ભૂલી જશે તેમ કહી મામલો થાળે પાડયો હતો. પરંતુ ત્યારબાદ પણ સરફરાઝખાને યુવતી સાથે સંબંધો રાખતા યુવતીને એક પુત્રનો જન્મ થયો હતો. જેથી તેની પત્નીએ વિરોધ કરતા સરફરાઝખાને તેને માર મારી ત્રણવાર તલાક…તલાક…તલાક…બોલી ઘરમાંથી કાઢી મુકી હતી. આ બનાવ પછી પીડિતાએ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ટ્રિપલ તલાકના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે સમગ્ર કેસ પાલનપુરની બીજી એડિશનલ કોર્ટમાં ચાલી જતા જજ બી.એસ દરજીએ તમામ બાબતો અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લેતા અને કેસની ગંભીરતા જોતા આરોપી સરફરાઝ ખાન બિહારીને એક વર્ષની સજા ફટકારી છે. ટ્રિપલ તલાકના કાયદા બાદ ગુજરાતમાં કોઈને સજા પડી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે.

આ પણ વાંચો : લાઉડસ્પીકર વિવાદ વચ્ચે શરદ પવારની હાજરીમાં મહા વિકાસ આઘાડીની બેઠક, આ લેવાયો નિર્ણય