પાલનપુરઃ પાલનપુરમાં વિધર્મીએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. સગીરા પર દુષ્કર્મની ઘટનાના લીધે લોકોમાં પણ આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. પાલનપુરના ગઢ પંઠકમાં સગીરાને વિધર્મીએ ફોસલાવી લઈ જઈને તેનું અપહરણ કર્યુ હતુ અને પછી તેના પર બળાત્કાર કર્યો હતો. આમ સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવતા વિધર્મી સામે પોક્સો હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સગીરાનું અપહરણ અને દુષ્કર્મની તેની માતા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. માતાએ ગઢ પોલીસમથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોઈ સગીરા પણ કેટરર્સમાં ભોજન પીરસવાનું કામ કરીને ઘરને ટેકો કરતી હતી. આ દરમિયાન વિધર્મી સાથે તેનો પરિચય થયો હતો. વિધર્મીએ તેની સાથે પહેલા સારું વર્તન કરી તેનો વિશ્વાસ કેળવ્યો હતો અને તેના પછી તેને અમદાવાદ, મોરબી અને જૂનાગઢ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
તેના પછી વિધર્મી સંબંધ રાખવા બળજબરી કરવા માંડતા સગીરાએ માતાને જાણ કરતા ભાંડો ફૂટયો હતો. માતાએ તરત જ પોલીસ સ્ટેશને વિધર્મી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના પગલે પોલીસે હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સગીરાને તબીબી ચકાસણી માટે મોકલી આપવામાં આવી છે. પોલીસ ફરિયાદના પગલે આરોપી ફરાર થઈ ગયો છે. તેથી પોલીસે આરોપીને પકડવા માટે ખબરીઓને સાબદા કરી દીધા છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આરોપીની ટૂંક સમયમાં ધરપકડ થઈ જશે અને તેના પર પોક્સો લાગશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
