સ્વેટર ડ્રેસ કોડ/ શિક્ષણમંત્રીની શાળા સંચાલકોને ફટકાર ‘શાળાઓ સ્વેટર માટે ડ્રેસ કોડ ના રાખે, નહિતર લેવાશે કડક પગલાં’

રાજકોટમાં ગત વર્ષે ઠંડીમાં એક વિદ્યાર્થીનીનું મોત નિપજયા બાદ શાળાઓના સ્વેટર ડ્રેસકોડને લઈને વિવાદ જોવા મળ્યો હતો. ત્યારબાદથી રાજ્યની શાળાઓમાં સ્વેટર ડ્રેસ કોડ દૂર કરાયો.

Top Stories Gujarat
મૃત્યુદરમાં થશે ઘટાડો 23 શિક્ષણમંત્રીની શાળા સંચાલકોને ફટકાર ‘શાળાઓ સ્વેટર માટે ડ્રેસ કોડ ના રાખે, નહિતર લેવાશે કડક પગલાં’

રાજકોટ : શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીમાં વધારો થવા સાથે શાળાએ જતા બાળકોના ગરમ વસ્ત્રોને લઈને ફરી વિવાદ જોવા મળ્યો છે. રાજકોટમાં શાળાઓના સ્વેટર ડ્રેસ કોડને લઈને વિરોધ ઉઠતા જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર બહાર પાડ્યો. આ પરિપત્રમાં શિક્ષણ અધિકારીએ જાહેર કર્યું છે કે કોઈપણ શાળાઓ વિદ્યાર્થીઓને ચોક્કસ કલર કે ડિઝાઈનના જેકેટ અથવા તો ચોક્કસ કંપનીના સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહી. વિદ્યાર્થીઓ ઠંડીથી રક્ષણ મેળવવા તેમને અનુરૂપ ગરમ વસ્ત્રો પહેરી શકશે.

રાજ્યની અનેક ખાનગી શાળાઓમાં યુનિફોર્મ સહિત ઠંડીમાં સ્વેટરને લઈને ચોક્કસ પ્રકારનો ડ્રેસકોડ હોય છે. શાળાઓ વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના અને ચોક્કસ બ્રાન્ડના સ્વેટર પહેરવા ફરજ પાડે છે. મામલે વાલીઓએ અનેક વખત શિક્ષણ વિભાગને ફરીયાદ કરી છે. જેના બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શાળા સંચાલકોને લાલ આંખ બતાવતા શાળામાં સ્વેટર ડ્રેસ કોડ ના રાખવાનો આદેશ આપ્યો છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે કોઈપણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના અને ચોક્કસ બ્રાન્ડના સ્વેટર પહેરવાનો આગ્રહ કરી શકશે નહી. જો કોઈ શાળા વિદ્યાર્થીઓને સ્વેટર મામલે ફરજ પાડશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઠંડી વધતા જ વહેલી સવારે શાળાઓ જતા બાળકો સ્વેટર અને માથે ગરમ ટોપી સાથે જોવા મળી રહ્યા છે. રાજ્યની અનેક શાળાઓમાં મોટાભાગે યુનિફોર્મની જેમ ઠંડીમાં પહેરાતા સ્વેટર માટે પણ ડ્રેસકોડ લાગુ કરવામાં આવતો હોય છે. જુદી-જુદી શાળાઓ સ્વેટર માટે ખાસ કલર સાથે ચોક્કસ બ્રાન્ડના સ્વેટર પહેરવાનો આગ્રહ રાખે છે. પરંતુ હવે સરકારી શાળા હોય કે ખાનગી શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવા દબાણ નહી કરી શકે.

રાજકોટમાં ગત વર્ષે ઠંડીમાં એક વિદ્યાર્થીનીનું મોત નિપજયા બાદ શાળાઓના સ્વેટર ડ્રેસકોડને લઈને વિવાદ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીનીની માતાએ આક્ષેપ કર્યો હતો કે શાળામાં નિયત કરેલ સ્વેટર પહેરવાનો આગ્રહ હોવાના કારણે તેમની પુત્રીનું મોત નિપજયું. આ મામલો વધુ ઉગ્ર બન્યા બાદ ઠંડી દરમ્યાન રાજ્યની અનેક ખાનગીઓ શાળાઓએ સ્વેટર ડ્રેસકોડમાં છૂટ આપી હતી. સામાન્ય રીતે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે ત્યારે સરકાર દ્વારા શાળાઓને સમયમાં ફેરફાર કરવાનો આદેશ આપે છે. ગત વર્ષે પણ ઠંડીનું પ્રમાણ વધતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે તમામ શાળાઓને સ્કૂલના સમયમાં ફેરફાર કરવા સાથે સ્વેટર ડ્રેસકોડમાં છૂટ આપવાને લઈને આદેશ કર્યો હતો.

આ પણ વાંચો :

આ પણ વાંચો : 

આ પણ વાંચો :