ભાવનગર/ લો બોલો! ભાવનગરના જાળિયા ગામમાં કપાસની આડમાં વાવ્યો ગાંજો

લીતાણાનાં જાળિયા ગામમાં ગાંજાનું વાવેતર થયાની પોલીસને બાતમી મળી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા કપાસની આડમાં ગાંજાની ખેતી મળી હતી.

Top Stories Gujarat Others
ગાંજાનું વાવેતર
  • ભાવનગરમાં ગાંજાનું વાવેતર
  • સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે ગાંજો ઝડપી પાડ્યો
  • પાંચ કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપાયો
  • પાલીતાણા નજીક ગાંજાની ખેતી કરી હતી
  • કપાસના વાવેતર વચ્ચે ગાંજો વાવ્યો હતો

Bhavnagar News: રાજ્યમાં ફરી એકવાર નશાના વાવેતરનો પર્દાફાશ થયો છે. ભાવનગર જિલ્લામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. જિલ્લાના પાલીતાણાનાં જાળિયા ગામમાં ગાંજાનું વાવેતર થયાની પોલીસને બાતમી મળી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા કપાસની આડમાં ગાંજાની ખેતી મળી હતી. પોલીસે આ કેસમાં પંકજ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી છે.

તો બીજું બાજુ વલસાડમાં નશાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ડુંગરી પોલીસને બાતમી મળી કે, વલસાડ હાઈવે પર પસાર થતી એક કારમાં ગાંજાનો જથ્થો છે. જે બાદ પોવીસે વોચ ગોઠવી હતી. જો કે ગાંજાની હેરાફેરી કરનાર વ્યક્તિને પોલીસની ગંધ આવી જતા સુરત તરફ કાર લઈને ભાગ્યો હતો. જે બાદ પોલીસે પીછો કર્યો પણ નશાના સોદાગરને ઝડપવામાં સફળતા ન મળી.

આ પહેલા ભરૂચના નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને લીલા ગાંજાના છોડ સાથે ભરૂચ એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર આનંદ ચૌધરીની ટીમે રણજીતસિંહ જેસંગબાવા રાજ રહેવાસી  નવી નગરી રાજપારડી રોડ, નેત્રંગની ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 લો બોલો! ભાવનગરના જાળિયા ગામમાં કપાસની આડમાં વાવ્યો ગાંજો


આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર

આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ

આ પણ વાંચો:સસ્તુ જાણીને ઓનલાઈન ખરીદી કરનારા સાવધાન, મોબાઈલના નામે મોકલ્યું કંઇક આવું…

આ પણ વાંચો:વેસુમાં વિધાર્થીએ દસમાં માળેથી લગાવી મોતની છલાંગ, પરિવારે મૃતકની આંખોનું કર્યું દાન