Air canada/ દુનિયાની સૌથી મોટી 600 સોનાની ઈંટોની ચોરી

એરપોર્ટ પર ફિંગરપ્રિન્ટથી મળ્યું ચોરીનું પગેરૂ

Top Stories World
Beginners guide to 2024 04 23T175548.038 દુનિયાની સૌથી મોટી 600 સોનાની ઈંટોની ચોરી

World News : આ વિમાન જ્યુરિચ શહેરથી ટોરન્ટો જવા ઉપડ્યું હતું. આ વિમાન ખાસ એટલા માટે હતું કે તેમાં  યાત્રીઓ નહી પણ 400 કિલોગ્રામ સોનુ હતું. વિમાને ટોરેન્ટો લેન્ડ કર્યા બાદ સેનાથી ભરેલું કન્ટેઈનર એરપોર્ટ પર કાર્ગોમાં ગોડાઉનમાં રખાયું હતું. અને ત્યાં જ અપાયો કેનેડાના ઈતિહાસની સૌથી મોટી ચોરીને અંજામ. બાદમાં પોલીસે પ્રોજ્કેટ 24 કેરેટ નામનું સૌથી મોટુ ઓપરેશન શરૂ કર્યું.

સ્વિત્ઝરલેન્ડની રાજધાની જ્યુરિચથી ઉપડેલું એર કેનેડાનું એક કાર્ગો પ્લેન કેનેડાના ટોરન્ટો એરપોર્ટ પર લેન્ડ કરે છે. આ પ્લેનમાં સ્વિત્ઝરલેન્ડની જ એક મેટલ રિફાનિંગ કંપનીના 6 હજાર 600 કિલોગ્રામ સોનાની ઈંટો અને 1.9 મિલીયન કેનેડિયન ડોલરની કરન્સી ભરેલી હતી. જેને વેનકુવર બુલિયન એન્ડ કરન્સી એક્સચેન્જ સુધી પહોંચાડવાનું હતું. 6,600 કિલોગ્રામ સોનાની કિંમત અંદાજે 20 મિલીયન કેનેડિયન ડોલર એટલેકે અંદાજે 122 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જો તેમાં કેન્ડિયન કરન્સીને પણ જોડવામાં આવે તો આખુ કન્સાઈન્મેન્ટ અંદાજે 132 કરોડનું થવા જાય છે. સ્વાભાવિક છે તેની સુરક્ષા પણ તેટલી જ જરૂરી છે.

17 એપ્રિલ 2023ની સાંજે 6.32 વાગ્યે સફેદ રંગનું એક બોક્સ ટ્રેક એર કેનેડાના વેરહાઉસ એટલેકે ગોડાઉનમાં પહોંચે છે. જ્યાં એર કેનેડાના આ કાર્ગો પ્લેનમાંથી આ કિંમતી શીપમેન્ટ રખાયું હતું. ટ્રક ડ્રાઈવર પાસે એક એર-વે બિલ મોજુદ છે જેમાં જ્યુરિચથી આવેલા આ શીપમેન્ટની માહિતીનો ઉલ્લેખ હતો. વેરહાઉસમાં હાજર લોકોને તે પોતાનું બિલ આપે છે અને કહે ચે કે જ્યુરિચથી આવેલા આ શીપમેન્ટમાં દુનિયાના બહેતરીન કક્ષાનું સી-ફૂડ એટલેકે ફાઈનેસ્ટ એટલાન્ટિક સોલોમન માછલીઓ ભરેલી છે, જેને આગળ ડિલીવરી કરવાની છે.

વેરહાઉસમાં હાજર કર્મચારીઓને શીપમેન્ટમાં શું સામાન છે તેની કંઈ જ માહિતી ન હતી. તે ડ્રાઈવર પાસેના એર-વે બિલ સાથે બાકીના દસ્તાવેજો મેળવી જુએ છે અને જ્યુરિચથી આવેલા શીપમેન્ટને ડ્રાઈવરના હવાલે કરી દે છે. મતલબ જ્યુરિચથી આવેલું સોનાની ઈંટો અને કરન્સી વાળું શીપમેન્ટ માછલી સમજીને ટ્રકમાં લોડ કરી દેવાય છે. થોડી જ વારમાં ટ્રક વેરહાઉસથી નીકળીને તમામ ચેકનાકા ક્રોસ કરીને બહારની દુનિયામાં ગૂમ થઈ જાય છે.

આ સ્ટોરીમાં અસલી ટ્વિટ ત્યારે આવે છે જ્યારે જ્યુરિચથી મોકલાયેલું સીપમેન્ટને રિસીવ કરવા માટે બ્રિંક સિક્યુરિટી નામની એક કંપનીની ટ્રક એક કેનાડાના તે જ વેર હાઉસમાં પહોંચે છે. કારણકે આ શીપમેન્ટમાં અત્યંત કિંમતી સોનાની ઈંટો અને કરન્સીને સુરક્ષા સાથે વેનકુંવરના બુલિયન એન્ડ કરન્સી એક્સચેન્જ સુધી પહોંચાડવાનું હતું. પરંતુ વેરહાઉસમાં તમામ કર્મચારીઓને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે તેમને વેરહાઉસમાંથી આ શીપમેન્ટ શોધવા છતા મળતું ન હતું. આ કોઈ મામુલી વાત ન હતી. શીપમેન્ટમાં 132 કરોડની માલમતા ભરેલી હતી અને તે ગૂમ હતું.

જોતજોતામાં વેરહાઉસથી લઈને એર કેનેડાની ઓફિસોમાં ધમાલ મચી જાય છે. થોડીવાર સુધી વેરહાઉસમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને એ સમજમાં નથી આવતું કે આવું થયું કેવી રીતે. જોકે તેમને જલ્દીથી અહેસાસ થી ગયો કે તેમની સાથે સેફેદ બોક્સના તે ડ્રાઈવરે આ ખેલ પાડી દીધો છે. તે શી-પૂડ કહીને અંદાજે 3 કલાક પહેલા જ્યુરિચથી આવેલા શીપમેન્ટને લૂંટીને ભાગી ગયો હતો.તેના માટે તેણે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તપાસમાં આ મામલો કેનેડામાં અત્યાર સુધીમાં થયેલી દુનિયાની છ્ઠી સૌથી મોટી ચોરીનો છેબાદમાં કેનેડા પોલીસ આ કેસની તપાસ શરૂ કરે છે.

પોલીસ આરોપીને પકડવા એક ઓપરેશન શરૂ કરે છે જેનું નામ પ્રોજેક્ટ 24 કેરેટ નામ અપાય છે. સૌથી પહેલા પોલીસ વેરહાઉસથી આગળ જતા રસ્તાના સીસીટીવી ચેક કરે છે. પરંતુ આ કામ સરળ ન હતું. કારણકે હાઈવે પર ફોકસ્ડ સીસીટીવી કેમેરાની સંખ્યા વધારે ન હતી. જે મકાનો કે દુકાનોમાં હાઈવે તરફ સીસીટીવી કેમેકા લાગ્યા હતા તેમાં સફેદ ટ્રકની ફક્ત એકઝલક માત્ર દેખાય છે.

તેમછતા પોલીસ તપાસ આગળ વધારે છે. ખાસ કરીને જ્યાં જ્યાં હાઈવેથી બીજા રસ્તા જોડાતા હતા ત્યાં પોલીસનું કામ મુસ્કેલ બની જતું હતું. કારણકે આવા દરેક ઈન્ટસેક્શન પર પોલીસને એ જોવું પડે છે કે ટ્રક ક્યાંક હાઈવે પરથી ઉતરીને કોઈ બીજે રસ્તે ગાયબ તો નથી થી ગયો ને. અંતે એવું જ થયું હતું. અંદાજે 20 કિમી. સુંધી સફેદ બોક્સ ટ્રકનો સીસીટીવી દ્વારા પીછો કરવામાં સફળ થયા બાદ એક ઈન્યરસેક્શનથી આ ટ્રક કેમેરાની નજરમાંથી ગાયબ થઈ જાય છે.

બીજીતરફ તપાસમાં કેનેડા પોલીસને એ જાણવા મળે છે કે આ કેસમાં ભારતીય મૂળનો એર કેનેડાનો એક પૂર્વ મેનેજર સામેલ છે. જે આ ચોરી બાદ પોતાના અધિકારીઓને વેરહાઉસમાં અંદર લઈને ગયો હતો. પોલીસને જાણવા મળે છે કે આ ચોરીના થોડા સમય બાદ પોતાના કામતી જીનામુ આપીને તે દુબઈ થઈને ભારત પરત પહોંચી ગયો છે. તેની ઓળખ 31 વર્ષીય સિમરનપ્રીત પનેસર તરીકેની થઈ છે. પોલીસને ધીમે ધીમે ચોરીમાં સામેલ અન્ય શખ્સો અંગે પણ માહિતી મળવા લાગે છે.

જોકે આ કેસમાં અસલી બ્રેક-થ્રુ 2 સપ્ટેમ્બર 2023માં ત્યારે આવે છે જ્યારે અમેરિકાના પેન્સિલવેનિયામાં પોલીસ એક 25 વર્ષીય યુવકને એક સામાન્ય ટ્રાફિક નિયમના ઉલ્લંઘનમાં પુચપરછ માટે અટકાવે છે. જ્યારે પોલીસ પ્રેન્કલીન કાઉન્ટી પાસે અટકાવેલા આ ટ્રક ડ્રાઈવરની પુછપરછ કરીને તેની ગાડીની તલાશી લે છે ત્યારે પોલીસ ચોંકી ઉઠે છે. જ્યારે તેની ભાડાની કારમાંથી પોલીસને અલગ અલગ પ્રકારની 65 બંદૂકો મળે છે. જેમાં બે ઓટોમેટિક હેન્ડગન પણ મળે ચે. જેને મોડીફાય કરીને મશીનગનનું રૂપ અપાયું હતું. શસ્ત્રોની તસ્કરીનો આ સનસનાટી ભર્યો મામલો હતો. જેનો ખુલાસો ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા અચાનક થી ગયો હતો. આ શખ્સ અમેરિકા અને કેનેડા દરમિયાન શસ્ત્રોની તસ્કરીના રેકેડ સાથે સંકળાયેલો હતો. 25 વર્ષના આ યુવકની અસલી ઓળખ બહાર આવી ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી.

આ શખ્સ બીજો કોઈ નહી પણ કેનેડા વેરહાઉસમાંથી 132 કરોડના સોના અને કેનેડિયન ડોલર ચોરીને લઈ જનારો સફેડ રંગની ટ્રકનો ડ્રાઈવર હતો. જેને બનાવ બાદ કેનેડા અને અમેરિકાની પોલીસ શોધી રહી હતી. અમેરિકન પોલીસે પોતાના ક્રિમીનલ ડેટાબેસમાં તેનો રેકોર્ડ ચેક કર્યો તો તેની ઓળક સ્પષ્ટ થઈ ગઈ હતી.

જ્યારે તે વેરહાઉસના કર્મચારીઓને એર-વે બિલ આપતો હતો ત્યારે તેના એક હાથનો ગ્લોવ્ઝ ઉતારી દીધ હતો. જેનાથી  વેરહાઊસના દસ્તાવેજ માં તેની આંગળીઓની છાપ રહી ગઈ હતી. પોલીસે તેની ધરપકડ બાદ ફિંગરપ્રિન્ટ મેળવી જોઈ ત્યારે તે સરળતાથી મેટ થઈ ગઈ હતી.

આરોપીની ઓળખ ડુરાંટે મેક્લેન તરીકેની થઈ છે. તે કેનેડાના બ્રેમ્પ્ટનનો રહેવાસી છે. ચોરીના આ પૈસાથી તેણે તસ્કરી માટે શસ્ત્રોની પણ વ્યવસ્થ કરી હતી. આ હથિયાર તે તસ્કરી દ્વારા અમેરિકાથી કેનેડા લઈ જવાનો હતો. ચોરી અને તસ્કરીના આ ડબલ કેસમાં ડુંરાટે સાથે ભારતીય મૂળનો એક શખ્સ પ્રસાદ પરમાલિંગમ પણ સામેલ હતો. જેને પોલીસે ચોરીની સાથે સાથે આર્મ્સ સ્મગ્લિંગના કેસમાં પણ સામેલ કર્યો છે.

પલીસે આ કેસમાં અત્યારસુધીમાં છ જણાની ધરપકડ કરી છે. છમાંથી બે આરોપી ભારતીય મૂળના છે. જેમાં એક 40 વર્ષીય અમિત જલોટા અને 54 વર્ષીય પરમાન સિધ્ધુનો સમાવેશ થાય છે. તપાસ અધિકારીઓનનું માનવું છે કે એર કેનેડાના કર્મચારીઓની મિલીભગત વિના આટલી મોટી ઘટનાને અંજામ આપવો શક્ય નથી. અન્ય આરોપીઓમાં એક જ્વેલરી સ્ટોરના માલિક અલી રઝા તેના સાથી અમ્માદ ચૌધરી અને પ્રસાદ પરમાલિંગમનો સમાવેશ થાય છે.

પોલીસના જમાવ્યા મુજબ આરોપીઓ મોટાભાગની સોનાની ઈંટો પીગળાવી દીધી હતી. તેમાંથી બનેલા ફક્ત છ બ્રેસલેટ પોલીસને મળ્યા છે.

તપાસમાં આરોપીઓએ નેટફ્લિક્સની મશહૂર સિરીઝ મની હાઈસ્ટ જોઈને આ ચોરીને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તાઈવાનમાં એક જ રાતમાં 80થી વધુ ભૂકંપના આંચકા, ઈમારતો એક બાજુ નમી ગઈ

આ પણ વાંચો:ગાઝાની હોસ્પિટલમાંથી 300 મૃતદેહોની કબર મળી આવતાં ખળભળાટ, ઈઝરાયેલે વિનાશ વેર્યો હતો

આ પણ વાંચો:ઈઝરાયેલના હુમલામાં ગર્ભવતી મહિલાનું મોત, ડોકટરોએ ગર્ભમાં રહેલા બાળકને બચાવ્યુ