Protect Earthquake/ ભૂકંપ વખતે પોતાને બચાવવા શું કરવું જોઇએ, આ સમયે લિફ્ટનો ઉપયોગ કેમ ન કરવો જોઈએ..જાણો સમગ્ર માહિતી

ગઈકાલે રાત્રે દિલ્હી NCR સહિત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નિષ્ણાતો કહે છે કે ભૂકંપ એ અચાનક બનેલી ઘટના છે

Top Stories Trending
Protect Earthquake

Protect Earthquake: ગઈકાલે રાત્રે દિલ્હી NCR સહિત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નિષ્ણાતો કહે છે કે ભૂકંપ એ અચાનક બનેલી ઘટના છે. તે ક્યારે અને ક્યાં આવશે તેની ચોક્કસ આગાહી કરી શકાતી નથી. આવી સ્થિતિમાં, જ્યારે ભૂકંપ આવે ત્યારે પોતાને બચાવવા માટે તમારે શું કરવું જોઈએ તે વિશે જાગૃત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભૂકંપ પહેલા શું કરવું

જો તમારું ઘર ઘણું જૂનું છે, તો ઘરની સંભવિત નબળાઈઓને (Protect Earthquake) ચોક્કસપણે ઓળખો. ઘરમાં એવી વસ્તુઓ ગોઠવો જે જમીન ખસે ત્યારે પડી શકે અથવા તૂટી શકે. બુકકેસને દિવાલ સાથે બોલ્ટ કરીને રાખો. તિજોરીને હંમેશા લોક રાખો. ખાસ કરીને ગેસ કનેક્શન બંધ રાખો. આ સિવાય ઘરમાં એવી વસ્તુઓ જે ઊંચાઈ પર લટકતી હોય જેમ કે પંખો કે ઝુમ્મર વગેરે તપાસો કે ભૂકંપ આવે તો તે સરળતાથી પડી જશે કે કેમ.

ઈમરજન્સી કીટ તૈયાર કરો

ઇમરજન્સી કીટ રાખો જે ઓછામાં ઓછા 72 કલાક માટે (Protect Earthquake) પૂરતી હોય. જેમાં પાણી, ખાદ્યપદાર્થો અને અન્ય મહત્વની વસ્તુઓનું સપ્લાય કરી શકાશે. આ કીટ તૈયાર કરતી વખતે તમારા પરિવારના દરેક સભ્યની સાથે તમારા પાલતુ પ્રાણીને પણ ધ્યાનમાં રાખો.

જ્યારે જમીન હલે ત્યારે શું કરવું

જો તમે ધરતીકંપના આંચકા અનુભવો ત્યારે ઘરની અંદર હોવ, તો ઘરની બહાર નીકળવા માટે ઉતાવળ ન કરો અને અન્ય રૂમમાં ભાગવાનો પ્રયાસ ન કરો. કારણ કે, ધક્કાને કારણે તમે પડી પણ શકો છો અને કોઈ વસ્તુ તમારા પર પણ પડી શકે છે. આ માટે ગૃહ મંત્રાલયના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવિઝન (NDMD) આ ત્રણ બાબતો કરવાની સલાહ આપે છે. પહેલું છે ‘ડ્રોપ’, બીજું ‘કવર’ અને ત્રીજું ‘હોલ્ડ’. તેમને ધરતીકંપ દરમિયાન જીવનનો ત્રિકોણ પણ કહેવામાં આવે છે. ધ્રુજારી બંધ થતાં જ ઘરની બહાર નીકળો.

ડ્રોપ: તમારી જાતને બચાવવા માટે ટેબલ અથવા અન્ય વસ્તુની નીચે જતા રહો. ત્યાર પછી ઘૂંટણ અને હાથની મદદથી બહાર નીકળી જાઓ.

કવર: તમારા માથા અને ગરદનને તમારા હાથથી ઢાંકો, જેથી તેને કાટમાળથી સુરક્ષિત કરી શકાય. એક સામાન્ય ગેરસમજ એ છે કે ભૂકંપ દરમિયાન દરવાજા સૌથી સુરક્ષિત હોય છે, પરંતુ જો તમારું ઘર ઘણું જૂનું છે તો આવું કરવું યોગ્ય નથી.

હોલ્ડ: જ્યાં સુધી ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી તે વસ્તુની નીચે રહો. જો તમે ટેબલની નીચે છો, તો તેને એક હાથથી પકડી રાખો.

જો તમે વ્હીલચેરમાં હોવ તો: જો તમે વ્હીલચેરમાં હોવ, તો તમારા માથા અને પેલ્વિસને રક્ષણાત્મક સ્થિતિમાં વાળો.

જો તમે બહાર હોવ તો: જો તમે ઘરની બહાર હોવ તો વૃક્ષો, મોટી ઈમારતો અને ઈલેક્ટ્રીક વાયરથી દૂર રહો. ખુલ્લા મેદાન પર રહેવાનો પ્રયાસ કરો.

સોસાયટી પાર્કમાં ભેગા થવું કેટલું યોગ્ય છે

ભૂકંપ દરમિયાન, ખુલ્લી જગ્યામાં રહેવું શક્ય તેટલું સુરક્ષિત છે. જો તમે સોસાયટી પાર્કમાં ભેગા થઈ રહ્યા હોવ તો ધ્યાન રાખો કે ત્યાં વધારે ભીડ ન હોય. આવું કરવું જોખમી પણ સાબિત થઈ શકે છે. જો ઈમારત ખૂબ ઊંચી હોય અને વચ્ચે પાર્ક હોય તો અહીં એકઠા થવું પણ જોખમી છે. ઊંચી ઇમારતોથી દૂર રહેવાનો પ્રયાસ કરો.

વાહન ચલાવતા હોવ તો શું કરવું

જો તમે ભૂકંપ દરમિયાન વાહન ચલાવતા હોવ તો તરત જ વાહનને સાઇડ પર જ રોકો અને વાહનમાં જ રહો. જો તમને લાગે કે કારમાંથી બહાર નીકળવું જરૂરી છે, તો કારથી થોડે દૂર ઊભા રહો. બ્રિજ, પાવરલાઈન, ઈમારતો અથવા ભારે વાહનો તમને નુકસાન પહોંચાડી શકે છે, તેથી શક્ય હોય ત્યાં સુધી તેનાથી દૂર રહો.

જો તમે ઊંચી ઇમારતમાં રહો છો…

જ્યારે ભૂકંપ આવે ત્યારે ઇમારતોની બહાર અને દૂર રહેવું સૌથી સલામત છે. ભૂકંપ દરમિયાન કોઈપણ ઈમારત અને તેની આસપાસના વિસ્તારમાંથી પસાર થવું જોખમી સાબિત થઈ શકે છે. બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોને ચિંતા સતાવતી રહે છે કે જો ભૂકંપ આવશે તો તેઓ બહાર ભાગી શકશે નહીં. આવી સ્થિતિમાં, જો તમે બિલ્ડિંગના ઉપરના માળે છો, તો ત્યાંથી ભાગવાનો પ્રયાસ ન કરો. ઉપર દર્શાવેલ ઉપાયોનું પાલન કરો અને ભૂકંપ બંધ થાય પછી જ ઈમારતમાંથી ઝડપથી બહાર નીકળો.

લિફ્ટનો ઉપયોગ ન કરો

ભૂકંપ દરમિયાન ક્યારેય લિફ્ટનો ઉપયોગ કરશો નહીં. કારણ કે ભૂકંપ આવે ત્યારે વીજ પુરવઠો બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે લિફ્ટમાં લાંબા સમય સુધી ફસાયેલા પણ રહી શકો છો. આ સિવાય જો ભૂકંપની તીવ્રતા વધુ હોય તો લિફ્ટ નીચે પડી જવાની પણ શક્યતા રહે છે. જો કે, આવું ભાગ્યે જ બને છે. પરંતુ, નિષ્ણાતો ભૂકંપ સમયે લિફ્ટનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે.