બોટાદઃ સાળંગપુરમાં હનુમાન જયંતિની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલ પોતે સાળંગપુર પહોંચ્યા હતા અને તેમણે હનુમાન દાદાની આરતી ઉતારી હતી. તેની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. તેની સાથે તેમણે રાજ્યના પ્રજાજનોને હનુમાન જયંતિ નિમિત્તે શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો.
વિશ્વ વિખ્યાત સાળંગપુર ધામમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પણ દાદાના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મંગળા આરતીમાં જ 1 લાખથી વધુ ભક્તો દાદાના દર્શને ઉમટ્યા હતાં. દાદાને આજે 8 કિલો સોનામાંથી બનેલાં હીરાજડિત વાઘા પહેરાવાયા છે.
આજે દાદાના મંદિર અને સિંહાસને કરાયેલાં શણગાર અંગે પૂજારી ધર્મકિશોર સ્વામીએ જણાવ્યું કે હતું કે આજે દાદાના મંદિરને 5 હજાર કિલો ગલગોટા અને 5 હજાર ફુગ્ગાનો શણગાર કરાયો છે. દાદાના સિંહાસનને 50 કિલો ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. દાદાને આજે 8 કિલો સોનામાંથી બનેલાં હીરાજડિત વાઘા પહેરાવાયા છે. દાદાના મંદિર અને સિંહાસને કરાયેલાં ગલગોટા અને ગુલાબના ફુલનો શણગાર માટે વડોદરા અને કોલકાતાથી ફુલ મંગાવ્યા છે. એક દિવસની મહેનતે આ શણગાર કરાયો છે.”અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં હનુમાન મંદિરોમાં ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર
આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ
આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ