Not Set/ ધરમપુર-કપરાડા પંથકમાં ભારે વરસાદથી ઔરંગા નદી ગાંડી તૂર

વલસાડનાં ધરમપુર અને કપરાડા પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો. આમતો સમગ્ર દક્ષિણ ગુજરાતને વરસાદે ઘમરોળ્યું છે અને સતત બે દિવસથી મેધો મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે સાપુતાર અને ડાંગનાં જંગલ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદીમાં પાણીની ભારે આવક થઇ છે. વલસાડના બંદર રોડ પર પણ જળ સ્તર વધ્યું છે. ભારે વરસાદને પગલે ઔરંગા […]

Top Stories Gujarat Others
aurang1 ધરમપુર-કપરાડા પંથકમાં ભારે વરસાદથી ઔરંગા નદી ગાંડી તૂર

વલસાડનાં ધરમપુર અને કપરાડા પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો. આમતો સમગ્ર દક્ષિણ ગુજરાતને વરસાદે ઘમરોળ્યું છે અને સતત બે દિવસથી મેધો મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે સાપુતાર અને ડાંગનાં જંગલ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદીમાં પાણીની ભારે આવક થઇ છે. વલસાડના બંદર રોડ પર પણ જળ સ્તર વધ્યું છે. ભારે વરસાદને પગલે ઔરંગા નદી બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી. જંગલ વિસ્તારોમાંથી વહેતી ઔરંગ નદી ભારે વરસાદના પગલે પાણીની અવિરત આવક થતા ગાંડી તૂર જોવા મળી હતી. ત્યાં સુધી કે નદીના ઘસમસતા પ્રવાહમાં આબોલ પશું પણ તણાતા જોવા મળ્યા હતા. ઔરંગાનાં રૌદ્ર રુપની ઝપેટમાં એક ગાય આવી જતા, નદીના પ્રવાહમાં તણાઇ ગઇ હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.