Not Set/ પંચમહાલ : સગા પિતાએ જ પુત્રી પર આચર્યું દુષ્કર્મ, પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી

પંચમહાલ, હવસના ભૂખ્યા વ્યક્તિ ઘણી વાર લોહીના સબંધો ભૂલીને ના કરવાનું કરી જતાં હોય છે ત્યારે આવી જ એક ઘટના પંચમહાલથી સામે આવી છે જ્યાં સગા પિતાએ જ તેની પુત્રી સાથે બળાત્કાર કર્યો હતો. આપને જણાવીએ કે  પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના વાવકુંડલી ગામે સગા પિતાએ સગીર પુત્રી દુષ્કર્મ આચરવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. આ ઘટના […]

Top Stories Gujarat Others
aaaaamahiaaaa 3 પંચમહાલ : સગા પિતાએ જ પુત્રી પર આચર્યું દુષ્કર્મ, પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી

પંચમહાલ,

હવસના ભૂખ્યા વ્યક્તિ ઘણી વાર લોહીના સબંધો ભૂલીને ના કરવાનું કરી જતાં હોય છે ત્યારે આવી જ એક ઘટના પંચમહાલથી સામે આવી છે જ્યાં સગા પિતાએ જ તેની પુત્રી સાથે બળાત્કાર કર્યો હતો.

આપને જણાવીએ કે  પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના વાવકુંડલી ગામે સગા પિતાએ સગીર પુત્રી દુષ્કર્મ આચરવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. આ ઘટના એક વર્ષ પહેલા બની છે.

મળતી માહિતી મુજબ 16 વર્ષની સગીર પુત્રી પોતાના ઘરે સૂતી હતી, ત્યારે તેના પિતાએ તેને ઊંચકીને લઈ ગ્યો હતો. અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની ખાસ વાત એ છે કે પુત્રી સાથે જ રહેલ અન્ય એક મહિલા આ સમગ્ર ઘટના જોઈ ગઈ હતી. પરંતુ નરાધમ પિતાએ એ મહિલાને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આમ, સામાજિક દબાણમાં આવીને પુત્રીએ એક વર્ષ સુધી આ વાત દબાવી રાખી હતી. પરંતુ આખરે પિતાનું પાપ એક વર્ષ બાદ ખૂલ્યુ હતું. સમગ્ર મામલે દામાવાવ પોલીસ મથકે નરાધમ પિતા વિરુદ્ધ પુત્રીએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તાત્કાલિક પિતા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પિતાને મેડિકલ ચેકઅપ અર્થે મોરવા પીએચસી સેન્ટર લઇ જવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.