vibrant summit/ “ગિફ્ટ સિટી-નવા ભારતની આકાંક્ષા” સેમિનાર યોજાયો

ગુજરાતમાં 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાણાકીય સેવાઓ અને ટેક્નોલોજીના સમન્વયનો આપેલો વિચાર ગિફ્ટસિટીથી ચરિતાર્થ થઈ રહ્યો છે,

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 01 11T154536.946 "ગિફ્ટ સિટી-નવા ભારતની આકાંક્ષા" સેમિનાર યોજાયો

ગાંધીનગરઃ ગુજરાતમાં 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાણાકીય સેવાઓ અને ટેક્નોલોજીના સમન્વયનો આપેલો વિચાર ગિફ્ટસિટીથી ચરિતાર્થ થઈ રહ્યો છે, એમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા “ગિફ્ટ સિટી – એન એસ્પિરેશન ઓફ મોડર્ન ઈન્ડિયા” સેમિનારમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતિ નિર્મલા સીતારામને જણાવ્યું હતું.

બદલાતા વૈશ્વિક નાણાકીય પ્રવાહો વચ્ચે નાણાકીય બજારના વિકાસ માટે મૂડી રોકાણ મહત્વનું પાસું છે. જે અર્થતંત્રને સંચાલિત કરે છે. આ ખ્યાલનું અમલીકરણ કરવા ગિફ્ટસિટી ખાતે IFSC (international Financial service center) કાર્યરત છે. જે દુનિયાભરના રોકાણકારો માટે ભારતના દ્વાર ખોલે છે એમ તેમણે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, ગિફ્ટ સિટીમાં હાલમાં 3 આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટોક એક્સચેન્જ, 9 વિદેશી સહિત કુલ 25 બેંક, 26 એરક્રાફ્ટ લિઝર્સ, 80 ફંડ મેનેજર્સ કાર્યરત છે. આ ઉપરાંત શિપ બિલ્ડિંગ અને લિઝિંગ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે અનુરૂપ વાતાવરણ ગિફ્ટસિટી ખાતે નિર્માણ કરાયું છે. સાથોસાથ ગિફ્ટસિટીમાં 50 જેટલા સર્વિસ પ્રોવાઈડર્સ અને 40 ફીનટેક એન્ટીટી પણ કાર્યરત છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, તાજેતરમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપતા ભારતે સ્કેનિંગ અને સ્પીડનો પર્યાય બનેલા UPI પેમેન્ટ સિસ્ટમથી 2.3 લાખ કરોડના નાણાકીય વ્યવહારનો વિક્રમ સર્જ્યો હતો. ગ્રીન રિવોલ્યુશનમાં ભારતની સક્રિય ભૂમિકા માટે જી-20 સમિટના દેશો સહમત થયા હતા અને “ગિફ્ટસિટી” આ સંકલ્પનાને સાકાર કરનારું આદર્શ સ્થાન બન્યું છે.

મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, વડાપ્રધાનશ્રીએ આપેલા કાર્બન અને ગ્રીન ક્રેડિટના વિચારને ગતિ આપવા માટે પણ “ગિફ્ટસિટી” મહત્વનું માધ્યમ બનશે. આગામી સમયમાં અહીં કાર્બન અને ગ્રીન ક્રેડિટનું ટ્રેડિંગ થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આગામી વર્ષોમાં ભારત ગ્લોબલ સાઉથ અને વેસ્ટર્ન દેશો વચ્ચેનો મહત્વપૂર્ણ બ્રિજ બનશે અને તેનો ગેટવે “ગિફ્ટસિટી” બનશે. મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, એવિએશન, ડિફેન્સ, મેડિકલ, ફિનટેક, બેન્કિંગ, એજ્યુકેશન જેવા વિવિધ ક્ષેત્રો માટે “ગિફ્ટસિટી” ખાતે વિશાળ તકોની સંભાવના છે.

પ્રસ્તુત સેમિનારમાં ઉપસ્થિત રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતુ કે, ગિફ્ટસિટી એ વડાપ્રધાનશ્રીનું માનસ સંતાન છે અને તેના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. એટલું જ નહીં સતત માર્ગદર્શન આપી ગિફ્ટસીટીના વિકાસને તેઓ વધુ ગતિશીલ બનાવી રહ્યા છે. રોકાણકારો ગિફ્ટસિટીમાં આવી મહત્તમ લાભો મેળવે તેવું આહવાન મંત્રીશ્રીએ કર્યું હતું.

આ પ્રસંગે ગિફ્ટસિટીના ચેરમેન શ્રી હસમુખ અઢિયાએ જણાવ્યું હતુ કે, ભારત સરકારના ઉત્તમ નાણાકીય નિયમનને કારણે ગિફ્ટસિટી આજે રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. અહીં સંસાધનોની ડિમાન્ડ સપ્લાય કરતા પણ વધી ગઈ છે. એ જ તેની કાર્યક્ષમતાનું પ્રમાણ છે. ગિફ્ટસિટીમાં વર્લ્ડ ટોપ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામ્યું છે. ગિફ્ટ સિટીને વૈશ્વિક રીતે કાર્યદક્ષ બનાવવા સરળ નિયમન અને ટેક્નોલોજીના વધુ ઉપયોગ માટે વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય નાણામંત્રીશ્રીનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, હાલમાં ભારતમાં 900 એરક્રાફ્ટ કાર્યરત છે. જ્યારે 2000 નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. એરક્રાફ્ટ લિઝીંગની મહત્તમ કામગીરી ગિફ્ટસિટી ખાતે થાય તે અમારો લક્ષ્યાંક છે.

સેમિનારમાં ઉપસ્થિત IFSCના ચેરમેન કે. રાજારમને કહ્યું હતુ કે, વડાપ્રધાનશ્રીના વિકસીત ભારત @ 2047ના લક્ષ્યને સિદ્ધ કરવા ગિફ્ટસિટી પરિણામલક્ષી ભૂમિકા ભજવી રહ્યું છે. ગિફ્ટસિટીમાં વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ગ્લોબલ ઈનોવેશન, બેંકિંગ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જાપાનની મિઝુહો બેંક અને ડાઈકિન યુનિવર્સિટીની શરૂઆત થવાથી ગિફ્ટસિટીએ સિંગલ વિન્ડો ક્લિયરન્સ અને સાતત્યપૂર્ણ વિકાસનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

ગિફ્ટસિટીના MD અને CEO શ્રી તપન રેએ સ્વાગત કર્યું હતું. સેમિનારમાં મુખ્ય ત્રણ વિષય ડિઝાઈનીંગ ધ ફ્રેમવર્ક ફોર ધ ફ્યુચર ઓફ ફાયનાન્સ, રોલ ઓફ ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સેન્ટર, ધ રાઈટ કનેક્ટ ઓફ ટેક એન્ડ ફીન ફોર ઈમર્જિંગ ટ્રેન્ડસ ગ્લોબલિ, અર્બન રેઝિલિયન્સ- બિલ્ડિંગ સસ્ટેનેબલ એન્ડ ફ્યુચર-પ્રુફ સિટી પર ક્ષેત્ર તજજ્ઞોની ત્રણ પેનલ ચર્ચાસત્રમાં જોડાઈ હતી. જેમાં ગિફ્ટસિટીમાં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કરવું અને દેશના કૌશલ્યવાન યુવાનોને પૂરતી તકો આપવા વિશે રસપ્રદ ચર્ચા કરવામાં આવી હતી.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ