@નિકુંજ પટેલ
ઉત્તરપ્રદેશના બરેલીમાં એક ચકચારભરી ઘટના બની છે. પિડીતાએ જ્યારે પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેણે આરોપ લગાવ્યો છે કે પતિ અશ્લીલ ફિલ્મો જોઈને તેની સાથે હેવાનીયત પર ઉતરી આવતો હતો. પિડીતાએ ફક્ત પતિ જ નહી તેના સસરા અને નણંદ ઉપર પણ આરોપ મુક્યા છે. યુવતીના લગ્ન બ્લેકમેઈલ કરીને કોર્ટમાં કરવામાં આવ્યા હતા. પોલીસે હાલમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બરેલીના સંજયનગરમાં રહેતી યુવતી બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી. દરમિયાન સંભલ જીલ્લાના બબરાલા નિવાસી યશ દેવલ સાથે તેની મિત્રતા થઈ હતી. થોડા સમય બાદ દોસ્તી પ્રેમમાં પરિણમી. કોઈ બહાના કાઢીને યશે યુવતીના અશ્લીલ ફોટા પાડી લીધા હતા. આ ફોટાને આધારે યશ યુવતીને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગ્યો. જેને કારણે ગભરાયેલી યુવતીએ ઘરમાંથી દાગીના લઈને યશને આપી દીધા હતા. યશ અને તેના મિત્રોએ બંધક બનાવીને યુવતીને પરેશાન કરી નાંખી હતી. જેને કારણે દબાણમાં આવીને યુવતીને યશ સાથે લગ્ન કરવા પડ્યા.
લગ્ન બાદ યશ યુવતીને દિલ્હીના એક ભાડાના મકાનમાં લઈ ગયો હતો. યશ તેને અશ્લીલ ફિલ્મો બતાવીને તેની સાથે હેવાનિયત કરતો હોવાનો તેની પર આરોપ છે. એટલું જ નહી દિવસે રૂમને તાળુ મારીને નોકરી પર જતો રહેતો હતો. જ્યારે યુવતીએ વિરોધ કર્યો ત્યારે તેને યશ પોતાના બબરાલા ગામ લઈ ગયો હતો. જ્યાં સસરા અને નણંદ દહેજમાં કાર અને પાંચ લાક રૂપિયાની માંગણી કરવા લાગ્યા. તેને અવારનવાર મારઝુડ પણ કરતા હતા. યુવતી દહેજની માંગણી પુરી ન કરે તો તેને જીવતી સળગાવી દેવાની ધમકી પણ આપતા હતા. જેને કારણે યુવતી ખૂબ જ ડરી ગઈ હતી.
દરમિયાન એક દિવસ યશ દેવલ અને તેના પરિવારજનોએ યુવતીની મારઝુડ કરીને તેનું ગળુ દબાવવાનો પ્રયાસ કર્યો. યુવતીએ વિરોધ કરતા તેને ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે યુવતીએ એસએસપીને પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે હાલમાં તે પિયરમાં રહે છે. જ્યારે યશ યુવતીની અશ્લીલ તસવીરો સોશિયલ મિડીયા પર મુકીને તેને બદનામ કરી રહ્યો છે.
આ અંગે બારાદરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે પોલીસે હજી આ વાતને સાચી માની નથી પોલીસનું કહેવું છે બનાવ અંગે તપાસ ચાલી રહી છે. ગુનો સાબિત થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે. તપાસ બાદ જ આ અંગે વધુ જણાવી શકાય, એમ પોલીસનું કહેવું છે.
આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર
આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ
આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો
આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….
