Not Set/ રાજધાની દિલ્હીમાંથી ઝડપાયા ISJKના ૩ આતંકવાદી, હથિયાર અને ગ્રેનેડ પણ કરાયા જપ્ત

નવી દિલ્હી, થોડાક દિવસ અગાઉ જ રાજધાની દિલ્હીમાં જાહેર કરાયેલા હાઈએલર્ટ વચ્ચે પોલીસ દ્વારા બે શંકાસ્પદ આતંકીઓના સ્કેચ જાહેર કરાયા હતા, ત્યારબાદ હવે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ દ્વારા ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીરના હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. Delhi Police's Special Cell yesterday arrested three terrorists belonging to […]

Top Stories India Trending
રાજધાની દિલ્હીમાંથી ઝડપાયા ISJKના ૩ આતંકવાદી, હથિયાર અને ગ્રેનેડ પણ કરાયા જપ્ત

નવી દિલ્હી,

થોડાક દિવસ અગાઉ જ રાજધાની દિલ્હીમાં જાહેર કરાયેલા હાઈએલર્ટ વચ્ચે પોલીસ દ્વારા બે શંકાસ્પદ આતંકીઓના સ્કેચ જાહેર કરાયા હતા, ત્યારબાદ હવે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ દ્વારા ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીરના હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.

દિલ્હી પોલીસ દ્વારા આ આતંકીઓ પાસેથી હથિયાર, ગ્રેનેડ અને વિસ્ફોટ પણ જપ્ત કર્યા છે.

ધરપકડ કરવામાં આવેલા આ ત્રણ આતંકીઓની ઓળખ જમ્મુ-કાશ્મીરના ત્રાલના રહેવાસી તાહિર અલી ખાન, બડગામના હરીશ મુશ્તાક ખાન અને રૈનાવાડીના આસિફ સુહૈલ નડાફના રૂપમાં થઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમૃતસરના નિરંકારી ભવનમાં થયેલા આતંકી હુમલા બાદ આ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા નિરંકારી ભવનમાં વિસ્ફોટ કરનારા બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ પહેલા પાકિસ્તાનની બોર્ડર પરથી પંજાબના ફિરોજપુરમાં જૈશ-એ-મોહમ્મદના ૭ આતંકી ઘુસ્યા હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સના ઈનપુટના આધારે ભારત-પાકિસ્તાન બોર્ડર પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.