Not Set/ રાહુલ ગાંધીના નોમિનેશન અંગે કોંગ્રેસના યુવા નેતાએ પાર્ટી પર સાધ્યું નિશાન,જાણો શું કહ્યું?

સોમવારે સવારે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના આગામી અધ્યક્ષ પદ માટે નામાંકન ભર્યું છે. નામાંકન બાદ પાર્ટીમાં ખુશીનો માહોલ છે અને કોંગેસ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં આગળ વધશે એવી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રમા કોંગ્રેસના યુવા નેતા શહજાદ પૂનાવાલાએ વંશવાદનો મુદ્દો ઉઠાવી રાહુલ ગાંધીના નોમિનેશન અંગે નિશાન સાધ્યું છે. સોમવારે શહજાદ પૂનાવાલાએ એક પછી એક […]

Top Stories
Congress presidential election fix Shahzad Poonawala રાહુલ ગાંધીના નોમિનેશન અંગે કોંગ્રેસના યુવા નેતાએ પાર્ટી પર સાધ્યું નિશાન,જાણો શું કહ્યું?

સોમવારે સવારે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના આગામી અધ્યક્ષ પદ માટે નામાંકન ભર્યું છે. નામાંકન બાદ પાર્ટીમાં ખુશીનો માહોલ છે અને કોંગેસ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં આગળ વધશે એવી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રમા કોંગ્રેસના યુવા નેતા શહજાદ પૂનાવાલાએ વંશવાદનો મુદ્દો ઉઠાવી રાહુલ ગાંધીના નોમિનેશન અંગે નિશાન સાધ્યું છે.

સોમવારે શહજાદ પૂનાવાલાએ એક પછી એક બે ટ્વીટ કરી આ અંગે હૂમલો કર્યો છે. પૂનાવાલાએ ટ્વીટ દ્વારા જણાવ્યું, “આ નોમિનેશન નહિ પણ તાજપોસીશી છે”. આ બધું જ પહેલેથી જ ફિક્સ છે તો આ દેખાવ કરવાની શું જરૂરત છે. હવે લોકોની આંખોમાં ધૂળ ના ઝૂંકી શકાય.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “મારા સ્રોત મને જણાવ્યું છે કે, દરબારીઓમાં વાતચીત ચાલુ છે કે એક ડમી ઉમેદવાર ઉતારવામાં આવે જેથી લાગે કે આ ચુંટણી છે. શહજાદ આજે કોંગ્રેસ ઓફિસે પહોંચીને બીજા સફદર હાશમી ના બનો. મારી પાર્ટીના ઇતિહાસનો આ બ્લેક-ડે છે.”