રાજકોટ/ કિશન હત્યા વિરોધમાં રેલી, પોલીસે યુવકોને દોડાવી દોડાવીને દંડા ફટકાર્યા

ધંધૂકામાં માલધારી યુવકની હત્યાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડી રહ્યાં છે. હત્યાના વિરોધમાં ઠેર-ઠેર હિંદુ સંગઠનો દ્વારા બંધ અને રેલી યોજવામાં આવી રહી છે

Top Stories Gujarat Rajkot
Untitled 100 કિશન હત્યા વિરોધમાં રેલી, પોલીસે યુવકોને દોડાવી દોડાવીને દંડા ફટકાર્યા

ધંધૂકાના કિશન ભરવાડની હત્યાની ઘટનાના કારણે લોકોમાં આક્રોશ છે ત્યારે આજે રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દરેક જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપીને કિશન ભરવાડને ન્યાય આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી.

રાજકોટમાં પણ ધંધુકાના કિશન ભરવાડ ની હત્યા ના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે રાજકોટમાં ભરવાડ સમાજ અને અન્ય હિંદુવાદી સંગઠનોની વિશાળ રેલી નિકળી હતી. આ રેલી પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને યુવાનોને દોડાવી દોડાવીને દંડા ફટકાર્યા હતા. પોલીસે યુવકોને દંડા ફટકારી ફટકારીને ભગાડ્યા હતા.

અમદાવાદમાં પણ માલધારી સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ નારા સાથે કિશન ભરવાડની હત્યાના કાવતરામાં સંડોવાયેલા તમામ આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની માગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો:ગુજરાત / રાજકોટમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ,વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

ધંધૂકામાં માલધારી યુવકની હત્યાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડી રહ્યાં છે. હત્યાના વિરોધમાં ઠેર-ઠેર હિંદુ સંગઠનો દ્વારા બંધ અને રેલી યોજવામાં આવી રહી છે. કિશનની શબ્બીર ઉર્ફે શાબા ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણ ગોળી મારીને હત્યા કરી હતી. જો કે હવે આ કેસના તાર ધંધૂકાથી અમદાવાદ થઈને મુંબઈ અને દિલ્હી સુધી પહોંચ્યા છે. આ કેસમાં પાકિસ્તાન કનેક્શનની સાથે સાથે સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Untitled 100 2 કિશન હત્યા વિરોધમાં રેલી, પોલીસે યુવકોને દોડાવી દોડાવીને દંડા ફટકાર્યા

આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર,ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. માત્ર એટલું જ નહીં આ લોકો સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોવાનું પોલીસનું માનવું છે. એજન્સીઓની સાથે નેશનલ એજન્સીના અધિકારીઓએ પણ અનેક નંબર સ્કેનિગમાં મુક્યાં છે.

ધંધુકામાં કિશન બોળિયા નામના માલધારી યુવકની હત્યા કેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ધડાકા થઈ રહ્યા છે. હવે આ કેસમાં હત્યાના તાર પાકિસ્તાન સુધી જતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ થતાં અનેક ખુલાસા થયા છે.

Untitled 100 3 કિશન હત્યા વિરોધમાં રેલી, પોલીસે યુવકોને દોડાવી દોડાવીને દંડા ફટકાર્યા

આ પણ વાંચો;ગાંધીનગર /  રાજ્યમાં શાળાઓ ફરી ખોલવા અંગે આજે લેવાઇ શકે છે નિર્ણય