PSL 2022/ વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન બાબર આઝમ આ બોલર સામે દેખાય છે લાચાર, Video

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કેપ્ટન બાબર આઝમ હાલમાં વિશ્વનાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ છે, પરંતુ એક બોલરની સામે તે ખૂબ જ મજબૂર દેખાઇ રહ્યા છે અને તેની આ અભાવ હવે જાણીતી છે.

Sports
11 2022 01 31T143335.583 વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન બાબર આઝમ આ બોલર સામે દેખાય છે લાચાર, Video

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કેપ્ટન બાબર આઝમ હાલમાં વિશ્વનાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ છે, પરંતુ એક બોલરની સામે તે ખૂબ જ મજબૂર દેખાઇ રહ્યા છે અને તેની આ અભાવ હવે જાણીતી છે. પાકિસ્તાન સુપર લીગ (PSL)માં કરાચી કિંગ્સની કેપ્ટનશીપ કરી રહેલા બાબર આઝમ અત્યાર સુધી T20 ક્રિકેટમાં કુલ ચાર વખત રાશિદ ખાનનો શિકાર બની ચૂક્યો છે.

આ પણ વાંચો – IND VS WI / ભારત વિરુદ્ધ T20 સીરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

30 જાન્યુઆરીએ કરાચી કિંગ્સ અને લાહોર કલંદર વચ્ચે રમાયેલી મેચમાં બાબરનો આ અભાવ ફરી એકવાર બધાની સામે આવ્યો હતો. લાહોર કલંદરે કરાચી કિંગ્સને નજીકની મેચમાં છ વિકેટે હરાવ્યું છે. વર્તમાન પીએસએલમાં કરાચી કિંગ્સનો પણ આ સતત ત્રીજો પરાજય છે. કેપ્ટન બાબર 33 બોલમાં 41 રન બનાવીને રાશિદ ખાનનાં હાથે ક્લીન બોલ્ડ થયો હતો. બાબર રાશિદનાં બોલ પર મોટો શોટ મારવા માંગતો હતો, પરંતુ તે બોલની લાઇન અને લેન્થ વાંચી શક્યો ન હતો અને ક્લીન બોલ્ડ થયો હતો. T20 ક્રિકેટની વાત કરીએ તો રાશિદે અત્યાર સુધીમાં બાબર આઝમને ચાર વખત આઉટ કર્યો છે જ્યારે બાબરે રાશિદનાં 41 બોલમાં 54 રન બનાવ્યા છે.

આ પણ વાંચો – ચેતવણી / બ્રિટન યુક્રેનમાં નાટોની મોટી સંખ્યામાં તૈનાતી કરવાનો વિચાર કરી રહી છે!રશિયાને પ્રતિબંધનો સામનો કરવો પડશે

આ આંકડા દર્શાવે છે કે, બાબર આઝમ આ અફઘાન બોલરની સામે મુક્ત રીતે રમી શકતો નથી. PSL વિશે વાત કરીએ તો, મુલ્તાન સુલતાન્સ બંને મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે ઈસ્લામાબાદ યુનાઈટેડ એક મેચમાં મોટા માર્જિનથી જીત મેળવીને ઉત્તમ નેટ રન-રેટનાં આધારે બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર ક્વેટા ગ્લેડીયેટર્સ છે. કરાચી કિંગ્સ સતત ત્રણ મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં છેલ્લા નંબર પર છે.