Crime/ મહિલા ટેનિસ સ્ટારનો ચોંકાવનારો ખુલાસો: ‘મારા પર 400 વખત દુષ્કર્મ થયું’

ફ્રેન્ચ ટેનિસ સ્ટાર એન્જેલિક કોચીએ સંસદમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

World Trending Sports
Mantavyanews 13 મહિલા ટેનિસ સ્ટારનો ચોંકાવનારો ખુલાસો: 'મારા પર 400 વખત દુષ્કર્મ થયું'

ફ્રેન્ચ ટેનિસ સ્ટાર એન્જેલિક કોચીએ સંસદમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર,એન્જેલિક કોચીએ જ્યારે તે 12 વર્ષની હતી ત્યારે દર્દાનાક ક્ષણોનું વર્ણન કર્યું હતું. ત્યારબાદ તેના 55 વર્ષના કોચ દ્વારા તેને ટોર્ચર કરવામાં આવી હતી. HIV સંક્રમિત હોવાની વાત કહીને 400 વખત દુષ્કર્મ આચર્યું હતું. ખેલાડી કોચીઓ 18 વર્ષની ઉંમર સુધી 6 વર્ષ સુધી આ દુ:ખ સહન કરવું પડ્યું. હાલમાં, કોચ જેના પર 400 વખત દુષ્કર્મનો આરોપ છે, તેને 2021માં ચાર યુવતીઓ સાથે દુષ્કર્મ અને યૌન શોષણ કરવા બદલ 18 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

ટેનિસ સ્ટાર એન્જેલિક કોચીએ 1999માં પેરિસની સરસેલ્સ ટેનિસ ક્લબમાં કોચ ગેડેસ સાથે કામ કરવાનું શરૂ કર્યું. તે સમયે કોચી 12 વર્ષની હતી અને તે ફ્રાન્સની બીજી જુનિયર ખેલાડી હતી.

ટેનિસ સ્ટાર એન્જેલિક કોચી હવે 36 વર્ષની છે. તેમણે પેરિસની સરસેલ્સ ટેનિસ ક્લબમાં એન્ડ્રુ ગેડેસ સાથે કામ કરવાનું શરૂ કર્યું. કોચીએ કહ્યું કે તેમની પ્રથમ મુલાકાત બાદ ગેડેસ તેને તેના હોમ ગ્રાઉન્ડ પર પેરિસ સેન્ટ-જર્મન એફસીની રમત જોવા લઈ ગયો હતો. પરંતુ બે વર્ષમાં આ સંબંધ અપમાનજનક બની ગયો અને કોચે 400 વખત દુષ્કર્મ આચર્યુ હતું.

આ પણ વાંચો: Map/ UAEએ POKને ભારતનો હિસ્સો ગણાવ્યો,ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોરનો નકશો જાહેર કર્યો

આ પણ વાંચો: Himachal Pradesh/ દેશમાં મણિપુર જેવી વધુ એક ઘટના, મહિલાના વાળ કાપીને સરઘસ કાઢ્યું

આ પણ વાંચો: PM Modi’s Birthday/ સરકારી શાળાના વિદ્યાર્થીઓએ PM મોદીના જન્મદિવસ નિમિત્તે લખ્યો પત્ર અને વ્યક્ત કરી આ ઈચ્છા