PM Modi's Birthday/ સરકારી શાળાના વિદ્યાર્થીઓએ PM મોદીના જન્મદિવસ નિમિત્તે લખ્યો પત્ર અને વ્યક્ત કરી આ ઈચ્છા

સુરતની એક સરકારી શાળાના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવતો એક પત્ર લખ્યો છે અને સાથે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે અમારે નવું સંસદ ભવન જોવા માટે આવવું છે.

Top Stories Gujarat Surat
government school in Surat want to see the new parliament building in Delhi,

17 સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે લોકો અલગ અલગ પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી રહ્યા છે. ત્યારે સુરતની એક સરકારી શાળાના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવતો એક પત્ર લખ્યો છે અને સાથે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે અમારે નવું સંસદ ભવન જોવા માટે આવવું છે.

શાળામાં અભ્યાસ કરતા ધોરણ 2થી 8ના 550 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ઉપરાંત શાળાના શિક્ષક તેમજ વાલીઓ સહિત કુલ મળીને 730 જેટલા પત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યા છે અને આ પત્રો દિલ્હી ખાતે પોસ્ટ કરવામાં આવ્યા છે. આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના સાથે ચંદ્રયાન ત્રણની સફળતા માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓએ દિલ્હીમાં બનેલા નવા સંસદ ભવન જોવા માટેની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. જો વિદ્યાર્થીઓને સંસદ ભવન જોવા માટેની મંજૂરી મળશે તો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિતના સભ્યો દિલ્હી ખાતે જઈને નવા સંસદભવનને નિહાળશે.

4 16 10 સરકારી શાળાના વિદ્યાર્થીઓએ PM મોદીના જન્મદિવસ નિમિત્તે લખ્યો પત્ર અને વ્યક્ત કરી આ ઈચ્છા

સુરતના પાલનપુર ગામ ખાતે સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત કવિ શ્રી ઉશનસ નગર પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં 650 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 73માં જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી છે.

આ ઉપરાંત ચંદ્રયાનત 3ની સફળતાને લઈને દેશના વૈજ્ઞાનિકો પર ગર્વની લાગણી વ્યક્ત કરી છે અને વૈજ્ઞાનિકોને પણ આ પોસ્ટકાર્ડ મારફતે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત દિલ્હીમાં નવા બનેલા સંસદ ભવનને નિહાળવા માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ વિદ્યાર્થીઓ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે.

4 16 11 સરકારી શાળાના વિદ્યાર્થીઓએ PM મોદીના જન્મદિવસ નિમિત્તે લખ્યો પત્ર અને વ્યક્ત કરી આ ઈચ્છા

મહત્વની વાત કહી શકાય કે, શાળાના ધોરણ 2થી લઈ 8ના 550 વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. સાથે જ 144 વાલી 16 શિક્ષક સહિત કુલ 730 જેટલા પત્ર એક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ મારફતે દિલ્હી મોકલવામાં આવ્યા છે. શાળાના આચાર્ય વિજયભાઈ ઝાંઝરુકિયાનું કહેવું છે કે, શાળામાં પ્રાર્થના સમયે વિદ્યાર્થીઓ સાથે અવનવી માહિતી અને સમાચારની આપ લે કરવામાં આવે છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે દિલ્હીમાં સંસદ ભવન બન્યું તે સમાચાર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા કે, આ સંસદ ભવનમાં કાયદાઓ ઘડવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીઓએ પણ આતુરતાથી એવું પૂછ્યું કે આપણે ત્યાં જઈ શકીએ અને વિદ્યાર્થીઓ સંસદ ભવન જોવા ઇચ્છતા હોવાના કારણે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવવાની સાથે નવા સંસદ ભવનને જોવાની ઈચ્છા વ્યક્ત કરતો અને ચંદ્રયાનત્રની સફળતાને લઈવ વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવતા 750 જેટલા પત્રો પોસ્ટ મારફતે દિલ્હી મોકલવામાં આવ્યા છે. જો પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી વિદ્યાર્થીઓને સંસદ ભવન નિહાળવા માટે મંજૂરી આપવામાં આવશે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને દિલ્હી ખાતે લઈ જવાની તૈયારી કરવામાં આવશે.

આ પણ વાંચો:ખેડા/ઠાસરામાં અસામાજિક તત્વનો આતંક, શિવજીની સવારી પર પથ્થરમારો

આ પણ વાંચો:Gujarat assembly/કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં OBC અનામત વિધેયક રજૂ કર્યું

આ પણ વાંચો:Gujarat rainforecast/ગુજરાતમાં આગામી અઠવાડિયાના વરસાદમાં ચોમાસાની બાકીની ખાધ પૂરી થઈ જશે