Not Set/ શાળાએ જતા બાળકને રસ્તામાં મળ્યો બોમ્બ, હાથથી ઉઠાવીને પહોચ્યો સ્કૂલે

જમ્મુ-કાશ્મીરનાં રિયાસીમાં એક વિદ્યાર્થીને અચાનક જ શાળાએ જતાં એક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો હતો. બાળકને ખબર નહોતી કે તે એક બોમ્બ છે. તેણે વિચાર્યું કે તે એક બોલ છે અને પછી તેણે આ ગ્રેનેડ ઉપાડ્યું. એટલું જ નહીં, તે તેને તેની સ્કૂલમાં પણ લઈ ગયો. સ્કૂલનાં શિક્ષકોએ બાળકનાં હાથમાં આ ગ્રેનેડ જોયો અને ત્યા હંગામો […]

Top Stories India
1048888343 શાળાએ જતા બાળકને રસ્તામાં મળ્યો બોમ્બ, હાથથી ઉઠાવીને પહોચ્યો સ્કૂલે

જમ્મુ-કાશ્મીરનાં રિયાસીમાં એક વિદ્યાર્થીને અચાનક જ શાળાએ જતાં એક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો હતો. બાળકને ખબર નહોતી કે તે એક બોમ્બ છે. તેણે વિચાર્યું કે તે એક બોલ છે અને પછી તેણે આ ગ્રેનેડ ઉપાડ્યું. એટલું જ નહીં, તે તેને તેની સ્કૂલમાં પણ લઈ ગયો. સ્કૂલનાં શિક્ષકોએ બાળકનાં હાથમાં આ ગ્રેનેડ જોયો અને ત્યા હંગામો મચી ગયો. શાળા પ્રશાસને તુરંત પોલીસને આ બાબતની જાણ કરી હતી.

જમ્મુ-કાશ્મીરનાં રિયાસી જિલ્લાથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે. આપને જણાવી દઇએ કે મંગળવારે બાળકો રાબેતા મુજબ શાળાએ જઇ રહ્યા હતા. તે દરમિયાન એક બાળક પણ સ્કૂલ જવા માટે રવાના થયો હતો, પરંતુ તે સ્કૂલ જઈ રહ્યો હતો ત્યારે તેને રસ્તા વચ્ચેથી એક હેન્ડ ગ્રેનેડ મળ્યો. તે બરાબર બોલનાં જ આકારમાં હતો, તેથી બાળક તેને ઓળખી શક્યું નહીં અને તેને ઉપાડી દીધુ. તે ગ્રેનેડ લઈને શાળાએ પહોંચ્યો હતો.

આ અંગે શિક્ષકોને જાણ થતાં જ શાળામાં ખળભળાટ મચી ગયો હતો. બાળકનાં હાથમાં હેન્ડ ગ્રેનેડ જોઇને શિક્ષકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ટીમે કેસની તપાસ કરી હતી. તપાસ બાદ તેમણે જણાવ્યું હતું કે આ હેન્ડ ગ્રેનેડ લગભગ 50 વર્ષ જૂનો છે. એટલું જ નહીં, આ ગ્રેનેડ દેશમાં જ બનાવવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીઓનાં જણાવ્યા મુજબ, એવો અંદાજ છે કે સૈન્ય કાર્યવાહી દરમિયાન તે પડી ગયો હશે અને પછી તેને જમીનની નીચે દફનાવવામાં આવ્યો હશે. આ ગ્રેનેડ જ હવે બાળકનાં હાથમાં લાગ્યુ છે. હાલમાં પોલીસે આ હેન્ડ ગ્રેનેડ તેમના કબજામાં લીધો છે. વળી, આ ગ્રેનેડથી અત્યાર સુધી કોઈ નુકસાન થયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.