ખેડા: પવિત્ર શ્રાવણ માસના આજે છેલ્લા દિવસ છે. ત્યારે ખેડાના ઠાસરા તાલુકામાં શ્રાવણ મહિનાની અમાસને લઈ શિવજીની સવારી નીકળી હતી. આ દરમિયાન શિવજીની સવારી ઉપર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. જેમાં બે જૂથના લોકો આમને સામને આવી જતા પથ્થરમારો થયો છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને સંભાળી છે. ઘટનાના પડધા હવે ગુજરાત વિધાનસભા સુધી પડ્યા છે.
માહિતી અનુસાર, આ બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારા મુદ્દે ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્ર સિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હું ગૃહમાં હતો ત્યારે મને માહિતી મળી છે કે, મારા મતવિસ્તારમાં શિવજીની સવારી દરમિયાન બે જૂથ પથ્થરમારો થયો છે.
આગળ તેમણે કહ્યું કે, મારા મતવિસ્તારમાં આ ઘટનાની માહિતી મળતાં મેં સ્થાનિક SP સાથે વાત કરી છે. લોકોને અપીલ કરું છું કે શાંતિ જાળવી રાખે. હાલ ત્યાની સ્થિતિ બધું કાબૂમાં છે. આ મામલે કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસને જાણકારી આપી છે.આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat Assembly/ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં OBC અનામત વિધેયક રજૂ કર્યું
આ પણ વાંચો: તેજીનો તરખાટ/ 12 લાખ કરોડ, સેન્સેક્સમાં સતત 11 દિવસની તેજીથી રોકાણકારોને આટલી જંગી કમાણી
આ પણ વાંચો: Anantnag Attack/ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝને લઈ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું મોટું નિવેદન