Anantnag attack/ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝને લઈ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું મોટું નિવેદન

તણાવના માહોલ વચ્ચે ભાજપના નેતા અને કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે મોટું નિવેદન આપ્યું છે.

Top Stories India
Mantavyanews 6 પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝને લઈ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું મોટું નિવેદન

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પાકિસ્તાન સમર્થિત લશ્કર-એ-તૈયબાના આતંકીઓને ઠાર કરવા માટે સેનાનું ઓપરેશન ત્રણ દિવસથી ચાલી રહ્યું છે. આ ઓપરેશનમાં ભારતીય સેનાના બે અધિકારીઓ, જમ્મુ-કાશ્મીર પોલીસના એક ડીએસપી અને આર્મીના એક જવાન શહીદ થયા છે. આ તણાવના માહોલ વચ્ચે ભાજપના નેતા અને કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે મોટું નિવેદન આપ્યું છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝની સંભાવના પર સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, BCCIએ ઘણા સમય પહેલા નિર્ણય લીધો હતો કે જ્યાં સુધી પાકિસ્તાન સીમાપાર આતંકવાદ અને ભારતમાં ઘૂસણખોરી બંધ નહીં કરે ત્યાં સુધી તેની સાથે દ્વિપક્ષીય ક્રિકેટ નહીં થાય.

બંને દેશો વચ્ચે વધી રહેલા રાજકીય તણાવને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો સ્થગિત છે, બંને ટીમો માત્ર ICC અને કોન્ટિનેંટલ ઈવેન્ટ્સમાં જ મેચ રમે છે. તાજેતરમાં એશિયા કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે બે મેચ રમી હતી. આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપનું પણ આયોજન થવાનું છે અને તેના માટે પાકિસ્તાની ટીમ પણ ભારત આવશે. જો કે, કાશ્મીરમાં તાજેતરની ઘટના બાદ દેશમાં ફરી એકવાર પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની ક્રિકેટ મેચ ન રમવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

એક વાતચીત દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, જ્યાં સુધી રમતગમતની વાત છે, BCCIએ ઘણા સમય પહેલા નિર્ણય લીધો હતો કે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય મેચો ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી તેઓ ઘૂસણખોરી અને સીમાપારથી આતંકવાદ બંધ ન કરે. મને લાગે છે કે, દેશના દરેક સામાન્ય નાગરિકની ભાવના છે.

ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર BCCIના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશનમાં 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધૌનચક, DSP હુમાયુ ભટ્ટ અને એક જવાન બુધવારે એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા. આ ઘટના બાદ બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધો ફરી એકવાર સમાચારોમાં છે.

આ પણ વાંચો: Train Fire/ દાહોદથી આણંદ જતી ટ્રેનના ફર્સ્ટ કલાસ ડબ્બામાં લાગી ભયંકર આગ

આ પણ વાંચો: Nipah Virus Symptoms/ એક એવો વાઇરસ જેની કોઈ દવા કે રસી નથી, ચેપથી બચવા તરત જ કરો આ 5 કામ.

આ પણ વાંચો: Sanatan Dharma/ સનાતન બાદ હવે ઉદયનિધિ સ્ટાલિને “હિન્દી” પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન!