Not Set/ સીએમ કમલનાથને ન ગમી બીજેપીની પરંપરા, હવે મંત્રાલયમાં નહી વાગે વંદે માતરમ

ભોપાલ મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકારે એક એવો નિર્ણય લીધો છે કે જેથી રાજકારણ ગરમાઈ શકે છે. મંત્રાલયમાં મહિનાની દર પહેલી તારીખે વંદે માતરમ ગીત ગાવવા પર કમલનાથની સરકારે ના પડી દીધી છે. આ દિવસે મંત્રાલયના દરેક કર્મચારી પાર્કમાં ભેગા થતા હતા અને વંદે માતરમ ગીત ગાતા હતા. તમને જણાવી દઈએ કે આ પરંપરાને બીજેપી સરકારે […]

Top Stories India Trending Politics
Kamal nath and Jyotiraditya 1 110055 730x419 m સીએમ કમલનાથને ન ગમી બીજેપીની પરંપરા, હવે મંત્રાલયમાં નહી વાગે વંદે માતરમ

ભોપાલ

મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકારે એક એવો નિર્ણય લીધો છે કે જેથી રાજકારણ ગરમાઈ શકે છે. મંત્રાલયમાં મહિનાની દર પહેલી તારીખે વંદે માતરમ ગીત ગાવવા પર કમલનાથની સરકારે ના પડી દીધી છે. આ દિવસે મંત્રાલયના દરેક કર્મચારી પાર્કમાં ભેગા થતા હતા અને વંદે માતરમ ગીત ગાતા હતા.

તમને જણાવી દઈએ કે આ પરંપરાને બીજેપી સરકારે શરુ કરી હતી. વંદે માતરમને લઈને થતા વિવાદ હંમેશા ચર્ચામાં રહે જ છે.

થોડા મહિના અગાઉ બીજેપીના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે વંદે માતરમ કોઈ ધર્મ સાથે જોડાઈ ન શકે પરંતુ કોંગ્રેસ દ્વારા વંદે માતરમ પર પ્રતિબંધ મુકીને તેને ધર્મ સાથે જોડી દીધું છે.

મધ્ય પ્રદેશમાં ૧૫ વર્ષ બાદ કોંગ્રેસની સરકાર આવી છે. કમલનાથને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.