Not Set/ પ્રવીણ તોગડિયાએ મોદી પર કર્યા કટાક્ષ, વારાહીમાં હિન્દુઓ સુરક્ષિત નથી

બનાસકાંઠા, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા ડીસાની મુલાકાત લીધી હતી. ડીસામાં આવેલ હિન્દૂ ધર્મશાળા ખાતે પોતાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના તમામ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના કાર્યકરોને ચૂંટણીમાં  ઊભા રખાશે અને ચૂંટણી લડવાની તેમણે તૈયારી બતાવી હતી. આવનાર નવ તારીખે પોતાની અલગ પાર્ટીની પ્રારંભ કરશે.જેને લઈને તેઓ ડીસામાં […]

Gujarat Others Trending
mantavya 9 પ્રવીણ તોગડિયાએ મોદી પર કર્યા કટાક્ષ, વારાહીમાં હિન્દુઓ સુરક્ષિત નથી

બનાસકાંઠા,

આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા ડીસાની મુલાકાત લીધી હતી. ડીસામાં આવેલ હિન્દૂ ધર્મશાળા ખાતે પોતાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના તમામ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના કાર્યકરોને ચૂંટણીમાં  ઊભા રખાશે અને ચૂંટણી લડવાની તેમણે તૈયારી બતાવી હતી.

આવનાર નવ તારીખે પોતાની અલગ પાર્ટીની પ્રારંભ કરશે.જેને લઈને તેઓ ડીસામાં પોતાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કર્યા હતા અને કહ્યું હતું કે પાંચ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં જે વચન આપ્યું હતું. તે હજી સુધી પૂર્ણ થયું નથી અને  રામ મંદિર બનાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે  તે ખરેખર હિન્દૂઓ સાથે વિશ્વાસઘાત છે તેમ પણ તેમણે જણાવ્યું હતું અને  ગુજરાતમાં હિન્દૂ સલામત નથી જ્યારે વારાહીમાં હિન્દુઓ સુરક્ષિત નથી જે ઘટના બની છે તેના ઉપર પણ તેમને વિરોધ કર્યો હતો.

કહ્યું હતું વારાહીના હિન્દુઓને હિજરત કરવાનો વારો આવ્યો છે અને મોદીજી ક્યારે અયોધ્યા નથી ગયા અને ઇન્દોરની મસ્જિદમાં પહોંચી ગયા એટલે હિંદુઓ પર હુમલા કરવાની હિંમત વધી ગઈ છે અને  નર્મદાનુ પાણી આપવામાં પણ ભાજપ સરકાર નિષ્ફળ રહી છે ત્યારે આવનારી ચૂંટણીમાં લોકો તેમને બતાવી દેશે.