Not Set/ હાર્દિકનું ગુજરાતની ધરાને નમન, કારના કાફલા સાથે ગુજરાત પરત ફરવા રવાના

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ 6 મહિના બાદ ગુજરાત પરત ફરી રહ્યો છે. ત્યારે તેના સ્વાગતને લઇને પાટીદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાર્દિક રતનપુર બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશ કરવાનો છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં પાટીદારો રતનપુર બોર્ડર પર ભેગા થવાનું શરી થઇ ગયુઁ છે. હાર્દિક પટેલ ગાડીઓના કાફલા સાથે ગુજરાત […]

Gujarat India
hardik patel 1484627576 હાર્દિકનું ગુજરાતની ધરાને નમન, કારના કાફલા સાથે ગુજરાત પરત ફરવા રવાના

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ 6 મહિના બાદ ગુજરાત પરત ફરી રહ્યો છે. ત્યારે તેના સ્વાગતને લઇને પાટીદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાર્દિક રતનપુર બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશ કરવાનો છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં પાટીદારો રતનપુર બોર્ડર પર ભેગા થવાનું શરી થઇ ગયુઁ છે. હાર્દિક પટેલ ગાડીઓના કાફલા સાથે ગુજરાત આવવા માટે નીકળી ગયો છે.

હાર્દિક પટેલ રાજસ્થાનથી નીકળતી વખતે ખૂલી જીપમાં લોકોનું અભિવાદન જીલ્યું હતું. ગુજરાતની ધરાને નમન કર્યું હતું.

હાર્દિક 11 વાગ્યાની આસપાસ રતનપુર બોર્ડર આવવાની શક્યતા પાસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભિલોડાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે હાર્દિકને મોડી રાતે સભા કરવાની મંજૂરી આપી હતી અને સાથે સાથે શરતો પણ મૂકવામાં આવ હતી. આ શરતો મુજબ ભિલોડાના ત્રણ કિલોમીટર સુધીના એરિયામાં વાહનો પાર્ક નહી કરી શકાય, સભામાં સૂત્રોચાર નહી કરી શકાય, મંડપ પણ નહી બાધવમાં આવે તેમજ રેલી પણ નહી યોજવામાં આવે.

તંત્ર દ્વારા મૂકવામાં આવેલી શરતોને લીધે પાટીદાર આયોજકો મૂંજવણમાં મુકાયા છે. કેમ કે, આયોજકોએ મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડવાના હોય વાહનો પાર્ક કરવાને લઇને મુશ્કેલી ઉભી થઇ શકે છે. તેમજ લોકોને સૂત્રોચાર કરતા રોકી શકાય તેમ નથી.

આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમનું વીડિયો રેકોર્ડિંગ કરીને પોલીસને સોપવાનું રહેશે. હાર્દિકના ગુજરાત પ્રવેશને લઇને ગુજરાત આઇબી અને પોલીસની હાર્દિકના તમામ કાર્યક્રમો પર ચાંપતની નજર રાખવામાં આવશે.

હાર્દિકના આગમન પર કયાદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.