Election Result/ ભાજપ સતત સાતમીવાર ચૂંટણી જીતીને સીપીએમના રેકોર્ડની બરાબરી કરવા સજ્જ,ભગવો ફરી લહેરાશે તેવી પ્રબળ શકયતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ છે, સમગ્ર દેશની નજર ગુજરાતના રીઝલ્ટ પર છે, આ પરિણામ 2024ની લોકસભાની દિશા નક્કી કરશે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
Election results 

Election results  :    ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ છે, સમગ્ર દેશની નજર ગુજરાતના રીઝલ્ટ પર છે, આ પરિણામ 2024ની લોકસભાની દિશા નક્કી કરશે. ભાજપ છેલ્લા 27  વર્ષથી ગુજરાતમાં રાજ કરી રહ્યું છે, એવામાં સત્તા પરિવર્તન થવાની શકયતા નહિવત છે, એકઝિટ પોલમાં પણ ભાજપને ભારે બહુમત મળી રહ્યું છે.  જો એક્ઝિટ પોલની આગાહીઓ સાચી હોય, તો ગુજરાતમાં ભાજપની જીત એ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) સિવાયની એકમાત્ર એવી પાર્ટી બની જશે જેણે સતત સાત વિધાનસભા ચૂંટણી જીતી હોય.  1977 થી 2011 સુધી 34 વર્ષ સુધી પશ્ચિમ બંગાળમાં શાસન કરનાર CPI(M)એ પણ સતત સાત ચૂંટણી જીતી હતી.  આ રેકોર્ડની બરાબર કરશે તેવી પ્રભળ સંભાવના છે. 

ભૂતકાળના આંકડાઓ પર નજર કરીએ તો જાણવા મળે છે કે ગુજરાતમાં ભાજપનું છેલ્લું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું. ત્યારબાદ 182 સભ્યોની વિધાનસભામાં તેણે 127 બેઠકો જીતી હતી. આ વખતે એક્ઝિટ પોલના અનુમાનમાં ગુજરાતમાં ભાજપને 117થી 151 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. જો આ અંદાજો પણ આ આગાહીઓની સરેરાશ સાથે સુસંગત થશે તો ભાજપ 2002થી પોતાનો જ રેકોર્ડ તોડી નાખશે.

ગુજરાતમાં બીજેપી માટે કેક ઓન ધ આઈસિંગ હશે. એટલે કે જો ભાજપ અત્યાર સુધીની 149 બેઠકોનો રેકોર્ડ પાર કરે છે તો તે તેના મનોબળ માટે બૂસ્ટર ડોઝ સાબિત થશે. 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે રેકોર્ડ બ્રેક  બેઠકો જીતી હતી. નવી દિલ્હી સ્થિત સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS) ખાતે લોકનીતિના સહ-નિર્દેશક સંજય કુમાર કહે છે કે જો ભાજપ ગુજરાતમાં મોટી જીત મેળવે છે તો ભાજપ કેડરને સંદેશ આપશે કે પાર્ટી 2024માં પણ લોકસભાની ચૂંટણી જીતવાની તૈયારીમાં છે.

ચૂંટણી પરિણામ/આજે છ વિધાનસભા અને એક લોકસભા બેઠકના પરિણામ, કોણ જીતશે પેટાચૂંટણીનો જંગ?

Election Result/આજે ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીનું પરિણામ

 national party/આવતીકાલના પરિણામ નક્કી કરશે કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનશે કે નહીં?

OPINION POLL/ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ આટલી બેઠકો જીતશે! ઓપિનિયન પોલમાં આગાહી

Political/ ગુજરાત અને હિમાચલના પરિણામો 2024ની લોકસભા ચૂંટણીની દિશા નક્કી કરશે!