Not Set/ સુરતમાં 3.5 કરોડથી વધુનાં હીરાની ચોરી, નેપાળી કારીગરે કર્યો હાથ ફેરો

સુરતમાં 3.5 કરોડથી વધુના હીરાની ચોરી રાજુ લુહાર નામનો આરોપી ચોરી કરી ફરાર આરોપી મુળ નેપાળી શાઈનિંગ પ્રોસેસનો હતો કામગીરી 1300 કેરેટથી વધુના હીરા હોવાનું અનુમાન ગઈકાલે શાઈનિંગ માટે અપાયેલા 1250 કેરેટનાં હીરા ટિફિનમાં નાખીને લઈ ગયો હીરા કતરાગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી કતારગામ વિસ્તારમાં આવેલા પટેલ ફળિયામાં આવેલી હીરાના કારખાનામાંથી અંદાજે બે કરોડથી […]

Gujarat Surat
diamond સુરતમાં 3.5 કરોડથી વધુનાં હીરાની ચોરી, નેપાળી કારીગરે કર્યો હાથ ફેરો
  • સુરતમાં 3.5 કરોડથી વધુના હીરાની ચોરી
  • રાજુ લુહાર નામનો આરોપી ચોરી કરી ફરાર
  • આરોપી મુળ નેપાળી શાઈનિંગ પ્રોસેસનો હતો કામગીરી
  • 1300 કેરેટથી વધુના હીરા હોવાનું અનુમાન
  • ગઈકાલે શાઈનિંગ માટે અપાયેલા 1250 કેરેટનાં હીરા
  • ટિફિનમાં નાખીને લઈ ગયો હીરા
  • કતરાગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી

કતારગામ વિસ્તારમાં આવેલા પટેલ ફળિયામાં આવેલી હીરાના કારખાનામાંથી અંદાજે બે કરોડથી વધુના 1300 કેરેટ હીરાની ચોરી કરીને બે કારીગરો નાસી ગયાં હતાં. જેથી કંપની દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કતારગામમાં આવેલા પટેલ ફળિયામાં ચાલતી એચવીકે નામની હીરાની કંપનીમાં બે કારીગરોને 1300 કરેટ હીરા બોઈલ કરવા માટે આપવામાં આવ્યાં હતાં.

બોઈલ કર્યા બાદ આ હીરા કારીગરોએ પરત મેનેજર કે શેઠને આપવાની જગ્યાએ લઈને નાસી ગયાં હતાં. જેથી કંપની દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી સહિતના ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરી છે. હીરા લઈને નાસી ગયેલા બન્ને કારીગરો વર્ષોથી કંપનીમાં કામ કરતાં હતાં. હીરા બોઈલ કર્યા બાદ બન્ને કર્મચારીઓ અંદાજે 1300 કેરેટ હીરા લઈને ફરાર થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.