Not Set/ IND vs AUS/ રાજકોટ વનડે માં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવ્યું, સીરીઝની અંતિમ મેચ રહેશે નિર્ણાયક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની વનડે સીરીઝની બીજી મેચ ભારતની જીત સાથે સમાપ્ત થઈ હતી. આ પહેલાની મેચની જેમ ફરી એકવાર ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો હતો, જેના જવાબમાં ભારતે સારી બેટિંગનો દાખલો આપી અને કાંગારુઓને જીતવા 341 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વિશાળ લક્ષ્યનાં દબાણમાં કંગારુની બેટિંગ 304 રન પર દમ તોડી ગઈ હતી અને ભારતે […]

Top Stories Sports
IND vs AUS/ રાજકોટ વનડે માં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવ્યું, સીરીઝની અંતિમ મેચ રહેશે નિર્ણાયક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની વનડે સીરીઝની બીજી મેચ ભારતની જીત સાથે સમાપ્ત થઈ હતી. આ પહેલાની મેચની જેમ ફરી એકવાર ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો હતો, જેના જવાબમાં ભારતે સારી બેટિંગનો દાખલો આપી અને કાંગારુઓને જીતવા 341 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વિશાળ લક્ષ્યનાં દબાણમાં કંગારુની બેટિંગ 304 રન પર દમ તોડી ગઈ હતી અને ભારતે મેચ 36 રને જીતી લીધી હતી. આ સાથે ત્રણ મેચની સિરીઝ 1-1 થી સરભર થઇ ગઈ છે. જેનો અર્થ છે કે સીરીઝની અંતિમ મેચ નિર્ણાયક સાબિત થશે.

Image result for india vs australia

ઓસ્ટ્રેલિયનની તોફાની જોડી આ વખતે કમાલ કરી શકી ન હોતી. જ્યા વોર્નરે ફક્ત 15 અને ફિંચે 33 રન બનાવ્યા હતા. જો કે સ્ટીવ સ્મિથે 98 રનની ઇનિંગ્સ ફટકારી મેચને પોતાના તરફ વાળવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, જો કે તે અપૂરતું સાબિત થયુ હતું કારણ કે રન રેટ ખૂબ વધી ગયો હતો જેના કારણે સ્મિથ તેની સદી પૂરી કરી શક્યો ન હતો. વન ડેમાં પ્રથમ વખત બેટિંગ કરી રહેલા લાબુશેને 47 બોલમાં 46 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ તે પછી કોઈ પણ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહીં. ભારતીય બોલરની વાત કરીએ તો, આ વખતે બુમરાહ તેના જૂના રંગમાં દેખાયો હતો, જેને વધુ વિકેટ ભલે ન મળી શકી પરંતુ તેણે ચુસ્ત બોલિંગ સાથે બીજા છેડે વિકેટ અપાવવાનું ચાલુ રાખ્યુ હતુ. શમી સૌથી મોંઘો સાબિત થયો પરંતુ તેણે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. સૈની, જાડેજા અને યાદવે 2-2 વિકેટ લીધી હતી. બુમરાહને 1 વિકેટ મળી હતી.

આ પહેલા રોહિત-ધવનની જોડીએ ભારતને શાનદાર શરૂઆત આપી હતી અને ત્યારબાદ ધવન-કોહલીએ સારી ભાગીદારી નોંધાવી હતી. મેચમાં ધવન ફક્ત 4 રનથી પોતાની સદી ચૂકી ગયો હતો અને ત્યારબાદ વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય બેટિંગ જોવા મળી હતી. કોહલી નંબર 3 પર પરિચિત લયમાં રમ્યો હતો અને 76 બોલમાં 78 રન બનાવ્યા હતા. જ્યારે ઐય્યરને બેટિંગમાં નિરાશા મળી હતી અને ચોથા ક્રમે આવેલ બેટ્સમેન 7 રન બનાવી આઉટ થઇ ગયો હતો. જો કે ભારત તરફથી કે.એલ.રાહુલ એક્સ ફેક્ટર સાબિત થયો હતો અને અંતિમ સુધી બેટિંગ કરી ટીમને મજબૂત સ્થિતિમાં પહોચાડવામાં સફળ થયો હતો. આપને જણાવી દઇએ કે, રાહુલે 52 બોલમાં 80 રન ફટકાર્યા હતા અને છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ 20 રનનું યોગદાન આપ્યું હતું. કંગારૂઓ તરફથી એડમ જમ્પાએ શાનદાર બોલિંગ કરી અને વિરાટ કોહલીને ફરીથી આઉટ કર્યો હતો. તેણે 10 ઓવરમાં 50 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.