Not Set/ PI એ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આપી આપઘાત કરવાની ચિમકી, સમગ્ર પોલીસ બેડામાં ચકચાર

અમદાવાદ, અમદાવાદનાં શહેરકોટડા પોલીસ સ્ટેશનનાં પીઆઈ બી.ડી ગમારે ઝોન 3નાં ડીસીપીનાં ત્રાસથી આપઘાત કરવાની ચિમકી આપી છે. પીઆઈ બી.ડી.ગમારેની ચિમકીને કારણે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે. પીઆઈએ  ડીસીપી આર.એફ. સંગાડા ત્રાસ આપી રહ્યાં હોવાનો પીઆઈએ આક્ષેપ કર્યો છે. ડીસીપી આર.એફ.સંગાડાએ પીઆઈ ગમારને ઓનલાઇન કામગીરી અને ઉત્તરાયણના દિવસે શક્તિ નગરમાં થયેલા પથ્થરમારા મામલે ખખડાવ્યા […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 419 PI એ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આપી આપઘાત કરવાની ચિમકી, સમગ્ર પોલીસ બેડામાં ચકચાર

અમદાવાદ,

અમદાવાદનાં શહેરકોટડા પોલીસ સ્ટેશનનાં પીઆઈ બી.ડી ગમારે ઝોન 3નાં ડીસીપીનાં ત્રાસથી આપઘાત કરવાની ચિમકી આપી છે. પીઆઈ બી.ડી.ગમારેની ચિમકીને કારણે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે.

પીઆઈએ  ડીસીપી આર.એફ. સંગાડા ત્રાસ આપી રહ્યાં હોવાનો પીઆઈએ આક્ષેપ કર્યો છે. ડીસીપી આર.એફ.સંગાડાએ પીઆઈ ગમારને ઓનલાઇન કામગીરી અને ઉત્તરાયણના દિવસે શક્તિ નગરમાં થયેલા પથ્થરમારા મામલે ખખડાવ્યા હતા.

ડીસીપી સામે આક્ષેપ કરી હાલ તો પીઆઈ બી.ડી.ગમાર સિક લિવ પર ઉતરી ગયા છે. પોલીસ કમિશનર એ.કે સિંહે ઝોન-3 ડીસીપી અને પીઆઈ સંગાડાને કમિશનર ઓફિસ બોલાવ્યા હતા. આ મામલામાં પોલીસ કમિશ્નરની મધ્યસ્થીનાં કારણે હાલ તો મામલો થાળે પડ્યો છે અને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી.