@દિવ્યેશ પરમાર
સુરતના ઉતરાણ વિસ્તાર માં 17/4 ના રોજ સરકારી અનાજ સગેવગે કરવા જતો ટેમ્પો ઝડપાયો હતો.ઉતરાણ પોલીસે ડ્રાયવર સાથે ટેમ્પો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમ્યાન આ અનાજ દુકાને થી લીધું હોવાનું સાબિત કરવા માટે ખોટા બિલ રજૂ કર્યા હોવાનું ફલિત થતા ક્રાઈમ બ્રાન્ચે બે આરોપી ઝડપી પાડયા હતા.
સુરતમાં સતત ગરીબોના હક્કનું સરકારી અનાજ બારોબાર વહેંચવાના કિસ્સા સતત વધી રહ્યા છે. સુરતના અનેક મોટામાથાઓ અનાજનો વેપલો કરી રહ્યા છે. તેવામા 17/04 ના રોજ કિશન ખટિક નામનો ઈસમ સરકારી અનાજ ની દુકાને થી માલ ભરી ને બારોબાર વહેંચવા જતો હોવાની જાણ ઉતરાણ પોલીસ ને થતા પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી ટેમ્પો ઝડપી પાડ્યો હતો.
તે દરમ્યાન ટેમ્પો ડ્રાયવર મહેશ કાળું માલાણી ને ઝડપી પાડ્યો હતો.પૂછપરછ કરતા આ અનાજ કિશન ખટિકનું હોવાનું જણાવ્યું હતું.જેથી પોલીસે કિશન ખટિક ને ઝડપી પાડ્યો હતો.ત્યારબાદ આ અનાજ સરકારી નહિ પરંતુ દુલાને થી ખરીદેલું હોવાનું સાબિત કરવા માટે રાજ એગ્રો નામની દુકાને થી બિલ મંગાવ્યું હતું.
જોકે પોલીસ તપાસ આ બિલ ખોટું હોવાનું સાબિત થયું હતું અને અનાજ સરકારી દુકાનનું હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે તાત્કાલિક વલથાણના રાજ એગ્રો ના મહેશ ઉર્ફે મયુર કાળું માલાણી અને છબીલદાસ રામજી દેસાવલ ને ખોટા બિલ રજુ કરવાના ગુનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.બને હાલ 19 ઓગસ્ટ સુધી પોલીસ રિમાન્ડ પર છે.
બંને ને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહત્વનું છે કે કિશન ખટિક અને દિનેશ ખટિક બને ભાઈ ની જુગલબંધી થી સુરત શહેર માં અનેક વિસ્તાર માંથી સરકારી દુકાન ના વેપારીઓ સાથે મળી ગરીબોના હક્કનું સરકારી અનાજ બરોબર વહેંચવાનું કૌભાંડ આચરી રહ્યા છે.સાથે અનેક એવા મોટા માથા છે જે સરકારી અનાજના દુકાનદાર સાથે મળી અનાજ બરોબર વહેંચી રહ્યા છે.જો ખરેખર DSO તેમજ ઝોનલ અધિકારીઓ સરકારી અનાજની દુકાનોમાં સચોટ તપાસ કરે અને અનાજનો જથ્થો તપાસે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ
આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી
આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો
આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો