"Asian Games 2023 Live Updates/ દ્વારકા: દિગ્ગજ (RSPL) ઘડી કંપની સામે આખરે ખેડૂતોની જીત

રાજ્યમાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ માટે ચેતવણી સમાન કિસ્સો આવ્યો છે. જાણીતી ઘડી કંપની RSPLએ પ્રદૂષણના કારણે તેના પ્લાન્ટને તાળા મારવાનો સમય આવ્યો છે. પ્રદૂષણ ફેલાવવાને લઈને ખેડૂતોએ કરેલી ફરિયાદોના પગલે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) દ્વારા અગ્રણી કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 18T114311.112 દ્વારકા: દિગ્ગજ (RSPL) ઘડી કંપની સામે આખરે ખેડૂતોની જીત

દ્વારકાઃ રાજ્યમાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ માટે ચેતવણી સમાન કિસ્સો આવ્યો છે. જાણીતી ઘડી કંપની RSPLએ પ્રદૂષણના કારણે તેના પ્લાન્ટને તાળા મારવાનો સમય આવ્યો છે. પ્રદૂષણ ફેલાવવાને લઈને ખેડૂતોએ કરેલી ફરિયાદોના પગલે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) દ્વારા અગ્રણી કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

જીપીસીબીએ ખેડૂતોની કંપની સામેની પ્રદૂષણ ફેલાવવાની ફરિયાદ પછી તપાસ આદરી હતી. આ પરાંત હાઇકોર્ટે પણ નોટિસ ફટકારવા પછી પ્રદૂષણ ફેલાવતી કંપની સામે જીપીસીબીએ આકરા પગલા લીધા હતા. આ પ્રદૂષણવાળુ પાણી ખેડૂતોના ખેતરોમાં ફેલાતુ હતુ અને તેના લીધે તેમની જમીન દૂષિત થતી હતી અને તેઓ સારી ગુણવત્તાનો પાક લઈ શકતા ન હતા. તેના કારણે ખેડૂતોની આજીવિકા પર અસર પડી હતી.

તેના લીધે ખેડૂતોએ કંપની સામે જીપીસીબીમાં પણ રજૂઆત કરી હતી અને હાઇકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા. છેવટે હાઇકોર્ટે જીપીસીબીને ખખડાવતા જીપીસીબીને કંપની સામે પગલા લેવાની ફરજ પડી હતી.

કંપનીનો ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ 30 દિવસ માટે સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય વીજ જોડાણ કાપી નાખવાનો પણ પ્રદૂષણ બોર્ડે હુકમ કર્યો છે. તેની સાથે ડીઝલ જનરેટરની મદદથી પણ તે પ્લાન્ટ નહી ચલાવી શકે તેમ જણાવાયું છે. આમ લાંબા સમયથી પ્રદૂષણ ફેલાવતી આ કંપનીના માતેલા સાંઢ જેવા અને કોઈની પણ વાત ન માનતા સંચાલકો પર છેવટે હાઇકોર્ટે લગામ તાણી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ