Not Set/ સુબ્રમણ્યમ સ્વામી ઉ્વાચ “રામ મંદિર અંગેનો નિર્ણય 15 નવેમ્બર સુધીમાં આવશે” 

ભાજપનાં વરિષ્ઠ નેતા ડો.સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર કેસનો નિર્ણય 15 નવેમ્બર સુધીમાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ચુકાદો હિન્દુઓના પક્ષમાં આવશે. કારણ કે સુન્ની વકફ બોર્ડનાં હિમાયતીઓ દેશનાં કરોડો હિન્દુઓની આસ્થાને લગતા કોઈપણ સવાલનો જવાબ આપી શક્યા નથી. ડો. સુબ્રમણ્યમ સ્વામીએ શનિવારે અયોધ્યામાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે 1994 […]

Top Stories India
ram mandir swami સુબ્રમણ્યમ સ્વામી ઉ્વાચ "રામ મંદિર અંગેનો નિર્ણય 15 નવેમ્બર સુધીમાં આવશે" 

ભાજપનાં વરિષ્ઠ નેતા ડો.સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર કેસનો નિર્ણય 15 નવેમ્બર સુધીમાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ચુકાદો હિન્દુઓના પક્ષમાં આવશે. કારણ કે સુન્ની વકફ બોર્ડનાં હિમાયતીઓ દેશનાં કરોડો હિન્દુઓની આસ્થાને લગતા કોઈપણ સવાલનો જવાબ આપી શક્યા નથી.

subramaniyam swami સુબ્રમણ્યમ સ્વામી ઉ્વાચ "રામ મંદિર અંગેનો નિર્ણય 15 નવેમ્બર સુધીમાં આવશે" 

ડો. સુબ્રમણ્યમ સ્વામીએ શનિવારે અયોધ્યામાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે 1994 પહેલા પણ જ્યારે નરસિંહરાવ દેશનાં વડાપ્રદાન હતા. તે સમયે પણ જ્યારે સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, વિવાદિત જમીન અંગે સરકારનો શું અભિપ્રાય છે, ત્યારે કહેવામાં આવ્યું હતું કે, હસ્તગત કરેલી જમીન સરકારની છે. જો કોર્ટ મંદિરમાં આપે તો સરકારને કોઇ વાંધો નથી.

પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમનાં જેલ જતા હોવાનાં સવાલ પર તેમણે કહ્યું હતું કે, હવે કોંગ્રેસનાં ઘણા મોટા કૌભાંડી નેતાઓ જેલની સળિયા પાછળ જશે. ભાજપનાં નેતા ડો.સ્વામી શનિવારે બે દિવસીય મુલાકાતે અયોધ્યા પહોંચ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.