Not Set/ નાણાં મંત્રી દ્વારા નિકાસ ક્ષેત્રને વેગ આપવા 50,000 કરોડની યોજના જાહેર

નાણામંત્રી નિર્મલા સીતારામને શનિવારે વિદેશી બજારોમાં નિકાસ પ્રમોશન માટે મોકલવામાં આવતા વેપારી ઉત્પાદનો પર વેરા અને ડ્યૂટીનો ભાર દૂર કરવા માટે નવી યોજના RoDTEP (આરઓડીટીઇપી)ની જાહેરાત કરી છે. રીલેક્સન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સ ઓન એક્સપોર્ટ પ્રોડક્ટ્સ (આરઓડીટીઇપી) તરીકે ઓળખાતી આ યોજનાથી સરકારી ખજાના પર કિંમત અંદાજે  50,000 કરોડનો બોજો વધવાની સંભાવના છે. સરકારે આ જાહેરાત […]

Top Stories India Business
nirmala sitharaman 1568456212 1 નાણાં મંત્રી દ્વારા નિકાસ ક્ષેત્રને વેગ આપવા 50,000 કરોડની યોજના જાહેર
નાણામંત્રી નિર્મલા સીતારામને શનિવારે વિદેશી બજારોમાં નિકાસ પ્રમોશન માટે મોકલવામાં આવતા વેપારી ઉત્પાદનો પર વેરા અને ડ્યૂટીનો ભાર દૂર કરવા માટે નવી યોજના RoDTEP (આરઓડીટીઇપી)ની જાહેરાત કરી છે.

રીલેક્સન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સ ઓન એક્સપોર્ટ પ્રોડક્ટ્સ (આરઓડીટીઇપી) તરીકે ઓળખાતી આ યોજનાથી સરકારી ખજાના પર કિંમત અંદાજે  50,000 કરોડનો બોજો વધવાની સંભાવના છે.

સરકારે આ જાહેરાત એવા સમયે કરી હતી જ્યારે એક વર્ષ અગાઉની સરખામણીએ ઓગસ્ટમાં ભારતથી વેપારી માલની નિકાસમાં 6.05 ટકાનો ઘટાડો થયો હતો. દેશમાંથી માલની નિકાસ ઓગસ્ટમાં 26.13 અબજ ડોલર રહી છે.

સીતારામને એમ પણ કહ્યું કે ગુડ્સ અને સર્વિસ ટેક્સ હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે સંપૂર્ણ સ્વચાલિત ઇલેક્ટ્રોનિક રિફંડ સિસ્ટમ અપનાવવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં તેની શરૂઆત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિફંડને સ્વચાલિત અને ઝડપી બનાવવાનો લક્ષ્ય છે તેમણે કહ્યું હતું કે આરઓડીટીઇપી હાલની પ્રોત્સાહક યોજનાઓને બદલશે. તે આના કરતા વધુ યોગ્ય રીતે નિકાસકારોને પ્રોત્સાહિત કરશે. નાણાં મંત્રીએ કહ્યું કે આ યોજનાથી સરકારી તિજોરી પર 50,000 કરોડનો ખર્ચ બોજો વધષશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.