IPL 2020/ શંકર અને પાંડેની ઇનિંગ્સની મદદથી હૈદરાબાદે રાજસ્થાન સામે મેળવી જીત, પ્લેઓફની આશા જીવંત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 40 મી મેચ ગુરુવારે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે દુબઇનાં ગ્રાઉન્ડ પર રમાઇ હતી

Top Stories Sports
bravo 3 શંકર અને પાંડેની ઇનિંગ્સની મદદથી હૈદરાબાદે રાજસ્થાન સામે મેળવી જીત, પ્લેઓફની આશા જીવંત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 40 મી મેચ ગુરુવારે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે દુબઇનાં ગ્રાઉન્ડ પર રમાઇ હતી, જેમાં હૈદરાબાદે કરો યા મરો મેચમાં રાજસ્થાનની ટીમને 8 વિકેટથી હરાવી દીધુ હતુ અને લીગમાં ચોથી જીત હાંસલ કરી છે. સાથે આ ટીમ 10 મેચમાંથી 8 પોઇન્ટ સાથે પાંચમાં નંબર પર પહોંચી ગઈ છે.

મનિષ પાંડેની આકર્ષક ઇનિંગ્સ અને વિજય શંકર સાથે તેની સદીની ભાગીદારીએ ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને એકતરફી અંદાજમાં આઠ વિકેટથી હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગ પ્લે ઓફમાં પહોંચવાની આશા જાળવી રાખી હતી. 155 રનનાં લક્ષ્યાંક સામે સનરાઇઝર્સે તેના બે પ્રમુખ બેટ્સમેન ગુમાવ્યા હતા પરંતુ પાંડેએ 47 બોલમાં ચાર ચોક્કા અને આઠ છક્કાની મદદથી અણનમ 83 રન બનાવ્યા હતા.

તેણે અને શંકરે સંવેદનશીલ બેટિંગ કરી, ત્રીજી વિકેટ માટે 140 રન ઉમેરીને તેમની ટીમને 18.1 ઓવરમાં બે વિકેટ પર 156 રન સુધી પહોંચાડી દીધી હતી. દસ મેચમાં આ સનરાઇઝર્સની ચોથી જીત છે અને રોયલ્સની જેમ તેના પોઇન્ટ ટેબલમાં આઠ પોઇન્ટ છે. જો કે રોયલ્સ, તેના કરતા એક મેચ વધુ રમ્યો છે અને તેથી તેનો પ્લેઓફનો માર્ગ વધુ મુશ્કેલ બન્યો છે.