રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડા દિવસ અગાઉ શફરા નદીના કાંઠે આવેલા નરસંગ મંદિરના મહંતની લાશ લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. ઓરડીમાંથી મહંતની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પોલીસ હરકતમાં આવતા, ઘટના સ્થળે દોડી આવી હતી.
મહંતની હત્યા થઈ છે કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જે મામલે પોલીસે મંગળવારના રોજ તપાસના આધારે મહંતની હત્યા થઈ હોવાની માહિતી આપી છે.
ધોરાજી પોલીસ મથકે કલમ 302 અને 201 મુજબ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.