Not Set/ અયોધ્યા વિવાદ: જયપુરના રાજવી પરિવારે કર્યો દાવો -અમે ભગવાન રામના વંશજ છીએ

સર્વોચ્ચ અદાલતમાં અયોધ્યા કેસની સુનાવણી ચાલી રહી છે. 9 ઓગષ્ટની સુનાવણી દરમિયાન કોર્ટે રામલાલાના વકીલને પૂછ્યું કે, શું ભગવાન રામના કોઈ વંશજો અયોધ્યામાં કે વિશ્વમાં ક્યાંય છે? આ અંગે વકીલે કહ્યું કે અમને આની જાણકારી નથી. આ ટીપ્પણી ને લઈને,  જયપુરની  રાજકુમારી અને રાજસમંદની સાંસદ દિયા કુમારીએ દાવો કર્યો હતો કે, તેમનો પરિવાર ભગવાન રામના […]

Top Stories
diya1 અયોધ્યા વિવાદ: જયપુરના રાજવી પરિવારે કર્યો દાવો -અમે ભગવાન રામના વંશજ છીએ

સર્વોચ્ચ અદાલતમાં અયોધ્યા કેસની સુનાવણી ચાલી રહી છે. 9 ઓગષ્ટની સુનાવણી દરમિયાન કોર્ટે રામલાલાના વકીલને પૂછ્યું કે, શું ભગવાન રામના કોઈ વંશજો અયોધ્યામાં કે વિશ્વમાં ક્યાંય છે? આ અંગે વકીલે કહ્યું કે અમને આની જાણકારી નથી.

SupremeCourtofIndia અયોધ્યા વિવાદ: જયપુરના રાજવી પરિવારે કર્યો દાવો -અમે ભગવાન રામના વંશજ છીએ

આ ટીપ્પણી ને લઈને,  જયપુરની  રાજકુમારી અને રાજસમંદની સાંસદ દિયા કુમારીએ દાવો કર્યો હતો કે, તેમનો પરિવાર ભગવાન રામના પુત્ર કુશનો વંશજ છે.

તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, હા ભગવાન રામના વંશજો આખી દુનિયામાં છે. અમારું કુટુંબ પણ તેમના પુત્ર કુશનો વંશજ છે. આ અગાઉ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જયપુરની પૂર્વ રાણી પદ્મિની દેવીએ પણ તેમના પરિવારને ભગવાન રામના વંશજ ગણાવ્યા હતા.

padmini1 અયોધ્યા વિવાદ: જયપુરના રાજવી પરિવારે કર્યો દાવો -અમે ભગવાન રામના વંશજ છીએ

તેમણે કહ્યું કે તેમનો પરિવાર ભગવાન રામના પુત્ર કુશના પરિવારનો હતો. તેમણે કહ્યું કે જયપુરના પૂર્વ રાજા અને તેમના પતિ ભવાની સિંહ કુશની 309 મી પેઢી છે. આના પુરાવા પણ પૂર્વ રાજકુમારી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા છે. તેમણે એક જર્નલમાં  બતાવ્યું હતું, જેમાં ભગવાન રામના વંશના બધા પૂર્વજોનાં નામ ક્રમશ લખાયેલાં છે. એ જ જર્નલમાં  સવાઈ જયસિંહનું નામ 289 મા વંશજ તરીકે અને અને 307 મા વંશ તરીકે મહારાજા ભવાનીસિંહનું નામ લખાયેલું છે.

જયપુર શાહી પરિવારની પૂર્વ રાજમાતા પદ્મિની દેવીએ કહ્યું કે, જલ્દીથી રામ મંદિર વિવાદ બાબતે સમાધાન થવું જોઈએ. જયારે અદાલતે પૂછ્યું છે કે, ભગવાન રામના વંશજ ક્યાં છે? તેથી અમે આગળ આવ્યા છીએ અનેજ્નાવીયે છીએ કે, – હા, અમે ભગવાન રામના  વંશજો છીએ. દસ્તાવેજો સિટી પેલેસના પૂલહાઉસમાં છે. અમે નથી ઇચ્છતા કે રાજવંશનો મુદ્દો કોઈ અવરોધ પેદા કરે. રામ એ દરેકની આસ્થાનું પ્રતીક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.