Not Set/ અમદાવાદ પોલીસે આસામ-નાગાલેન્ડનાં 94 મજૂરોને કેમિકલ ફેક્ટરીનાં માલિકની ચંગુલમાંથી છોડાવ્યાં

ગુજરાતનાં મેગાસીટી અમદાવાદનાં નિકોલ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં અમદાવાદ પોલીસ દ્રારા સપાટો બોલાવી દેવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસની ટીમ દ્વાર માહિતીના આધારે નોધારા અને કેદીની જિંદગી જીવી અને પેટીયું રડતા 94 જેટલા પરપ્રાંતિય મજૂરોનો એક કેમિકલ બનાવતી કંપનીમાંથી છુટકારો કરાવવામાં આવ્યો છે. અમદાવાદની નિકોલ પોલીસની ટીમ દ્રારા અમદાવાદનાં ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં એક કેમિકલ ફેક્ટરીમાં છાપો મારી ગોંધી રાખવામાં […]

Top Stories
ahd2 1 અમદાવાદ પોલીસે આસામ-નાગાલેન્ડનાં 94 મજૂરોને કેમિકલ ફેક્ટરીનાં માલિકની ચંગુલમાંથી છોડાવ્યાં

ગુજરાતનાં મેગાસીટી અમદાવાદનાં નિકોલ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં અમદાવાદ પોલીસ દ્રારા સપાટો બોલાવી દેવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસની ટીમ દ્વાર માહિતીના આધારે નોધારા અને કેદીની જિંદગી જીવી અને પેટીયું રડતા 94 જેટલા પરપ્રાંતિય મજૂરોનો એક કેમિકલ બનાવતી કંપનીમાંથી છુટકારો કરાવવામાં આવ્યો છે.

અમદાવાદની નિકોલ પોલીસની ટીમ દ્રારા અમદાવાદનાં ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં એક કેમિકલ ફેક્ટરીમાં છાપો મારી ગોંધી રાખવામાં આવતા મજૂરોનો છુટકારો કરાવવામાં આવ્યો છે.

ahd 1 અમદાવાદ પોલીસે આસામ-નાગાલેન્ડનાં 94 મજૂરોને કેમિકલ ફેક્ટરીનાં માલિકની ચંગુલમાંથી છોડાવ્યાં

નિકોલ પોલીસનાં ઝોન 5નાં ડીસીપી મકવાણાએ આ વિશે માહિતી આપતા જણવ્યું હતું કે, “કેમિકલ ફેક્ટરીમાં કરેલા કામ માટે આ તમામ 94 મજૂરોને કોઈ વેતન ચૂકવવામાં આવતું ન હતું. તેમને તેમનાં ઘરોની મુલાકાત પણ લેવાની મંજૂરી આપવામાં નહોતી આવતી.

તેઓએ વધુંમાં જણાવ્યું હતું કે, આ તમામ નાગાલેન્ડ અને આસામમાંથી આવેલા 94 મજૂરોને અહીં બંધક બનાવી રાખવામાં આવ્યા હતા, આ 94 મજૂરોમાં 12 તો સગીર હોવાનું સામે આવી રહ્યું છે. તમામને બચાવી ત્યાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. અને કેમિકલ ફેક્ટરી અને તેનાં માલિકો વિરૂધ કેસ નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.