Not Set/ #કાશ્મીર : દુનિયા બરોબર જોઇલે, કાશ્મીરમાં આર્મી કેવું કામ કરી રહી છે અને પાકિસ્તન શું કરી રહ્યું છે

વિશ્વભરમાં કાશ્મીર અને કાશ્મીર મામલે, તેમજ કાશ્મીરમાં માનવ અધિકાર ભંગ અને કાશ્મીરી પ્રજા પર ભારતીય આર્મી દ્વારા દમન કરવાનાં ગાણા ગાતું પાકિસ્તાન અને પાકિસ્તાનની તર્જ પર નાચતા કાશ્મીરનાં જ અમુક ભાગલાવાદી ભાંગ ફોડીયા નેતાએ આંખ ખોલીને જુએ જરા ભારતીય આર્મી કાશ્મીર અને કાશ્મીરી (ભારતીય) પ્રજા માટે કેવા કેવા ખતરા ઉઠાવીને તેમનો જીવ બચાવે છે. અને […]

Top Stories India
pjimage 13 #કાશ્મીર : દુનિયા બરોબર જોઇલે, કાશ્મીરમાં આર્મી કેવું કામ કરી રહી છે અને પાકિસ્તન શું કરી રહ્યું છે

વિશ્વભરમાં કાશ્મીર અને કાશ્મીર મામલે, તેમજ કાશ્મીરમાં માનવ અધિકાર ભંગ અને કાશ્મીરી પ્રજા પર ભારતીય આર્મી દ્વારા દમન કરવાનાં ગાણા ગાતું પાકિસ્તાન અને પાકિસ્તાનની તર્જ પર નાચતા કાશ્મીરનાં જ અમુક ભાગલાવાદી ભાંગ ફોડીયા નેતાએ આંખ ખોલીને જુએ જરા ભારતીય આર્મી કાશ્મીર અને કાશ્મીરી (ભારતીય) પ્રજા માટે કેવા કેવા ખતરા ઉઠાવીને તેમનો જીવ બચાવે છે.

અને કાશ્મીરી લોકોની સાથે રહેવાની અને હોવાની દુનિયાભરમાં દુહાઇ દઇને મોટા મોટા ભષણો કરીને કાશ્મીરનાં અને PoK(અંતે તો તે પણ કાશ્મીર જ છે, અને તે પણ આપણું)નાં લોકોને બલીનાં બકરાની જેમ સરહદે ધસી જવાનાં ભાષણ આપતું પાકિસ્તાન શું કરે છે,

જુઓ જરા આ વીડિયો જેમાં પાકિસ્તાન કાશ્મીરીઓ પર ગોળીબારી કરી રહ્યું છે અને તે પણ કાશ્મીરનાં નાનાં ભૂલકાઓ પર, અને ભારતીય આર્મીનાં જવાનો તે બાળકોને પાકિસ્તાનની ગોળીઓથી બચાવવા ખંભે લઇ લઇને સલામત સ્થળો પર પહોચાડી રહ્યું છે. 

પાકિસ્તાનનો અસલી ચહેરો જાણો અને ભારતીય આર્મીની ગરીમાને ઓળખો. અંતે તો કાશ્મીર(બધી જ પ્રકારનું) ભારતનું છે અને રહેશે અને ભારત અને ભારતીય આર્મી જ સમય આવ્યે કામ આવશે……

આ વિડીયો છે ભારત – પાકિસ્તાનની સરહદે આવેલા મેંધર તહસીલનાં બાલકોટ સેક્ટરનો. પાકિસ્તાન દ્વારા બાલાકોટ ખાતેનાં સાંડોટે ગામની સરકારી શાળાને નિશાન બનાવવામાં આવતા ભારતીય આર્મીનાં જવાનોએ બાળકોને બચાવ્યા હતા. ભારતીય સેનાએ બાલાકોટ અને બેહરોટ ગામની અન્ય 2 શાળાઓમાંથી પણ આજ પ્રમાણે બાળકોને ખંભે ઉંચકીને સલામત સ્થળે પહોંચાડી બચાવ્યા હતા. # જમ્મુઅનેકાશ્મિરમાં પાકિસ્તાન દ્વારા લગભગ રોજ કોઇને કોઇ ગામ પર આ રીતે ફાયરિંગ શરૂ કરવામાં આવે છે. અને ભારતીય સેના દ્વારા રોજ બચાવ શરૂ કરવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.