Cyclone Biporjoy/ વીજળીના કડાકા સાથે રહેશે વરસાદ , હવામાન વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

અતિશક્તિશાળી બિપોજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાને ઘમરોળવા આવી રહ્યું હોવાથી લોકોમાં ભારે ભય પ્રસરી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા આ વાવાઝોડા સામે લડત આપવા યુદ્ધસ્તરે તૈયારી કરવામાં આવી છે.

Top Stories Gujarat
Rain

બિપોરજોય વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. તેમજ લોકોને પાયાની સુવિધા એવી આરોગ્ય, રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં લોકોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ બાદ લોકો 4 કલાક ઘરની બહાર ન નીકળે તેવી અપીલ પણ સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત સ્કાયમેટે જણાવ્યું છે. આજે અને આવતી કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ થશે.

અતિશક્તિશાળી બિપોજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાને ઘમરોળવા આવી રહ્યું હોવાથી લોકોમાં ભારે ભય પ્રસરી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા આ વાવાઝોડા સામે લડત આપવા યુદ્ધસ્તરે તૈયારી કરવામાં આવી છે. જોકે, આ વાવાઝોડું દરિયાકાંઠે વસેલા ગામોમાં તાંડવ સર્જે તેવાં એંધાણ દેખાઈ રહ્યા છે. આ વચ્ચે બિપોરજોય વાવાઝોડાને લઈ વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે.

સ્કાયમેટના જણાવ્યા અનુસાર, બિપોરજોય વાવાઝોડું વધુ શક્તિશાળી બન્યું છે. વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે પવનની ગતિ 130થી 140ની કિમીની હશે.  હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ પણ ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. આગામી 24 કલાકમાં દ્વારકામાં ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. તેમજ કચ્છ, મોરબી, જામનગર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાં છે.

ગુજરાતમાં વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે પવનની ગતિ 125-150 કી. મી કલાકની રહેશે. તેમજ અમદાવાદમાં આજે વીજળીના કડાકા સાથે વરસાદ રહેશે. કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા, રાજકોટમાં વધુ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.  લાંબા સમય સુધી વાવાઝોડાની અસર રહેશે. દ્વારકા, ઓખા,  રાજકોટ,  જૂનાગઢમાં ભારે વરસાદ પડશે. સ્કાયમેટે જણાવ્યું કે, આજે ગુજરાત પર વાવાઝોડું ટકરાશે. વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે પવનની ગતિ 130થી 140ની કિમીની હશે. દરિયા કિનારા પર પવન વધુ ફૂંકાઈ રહ્યો છે. દ્વારકા, પોરબંદર, ઓખામાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે. અત્યારે વાવાઝોડામાં પવનની ગતિ 170 કિમી છે. વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થશે. વૃક્ષો ધરાશાયી થશે, વીજપોલને નુકસાન થશે.

આ પણ વાંચો:જો તમે ચક્રવાતના ડેન્જર ઝોનમાં ફસાયેલા છો તો જાણો શું કરવું,શું ન કરવું

આ પણ વાંચો:કેમ આટલું ખતરનાક છે ચક્રવાત બિપરજોય, જાણો 5 મોટા કારણો

આ પણ વાંચો:ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાત સરકાર એલર્ટ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાણો શું કહ્યું…

આ પણ વાંચો:સ્નેચિંગ કરાયેલા 120 મોબાઇલ સાથે સુરતની ઉમરા પોલીસે 3 આરોપીને પકડ્યા અને 38 ગુનાઓનો ભેદ ઉકેલ્યો