હિંમતનગર/ રામનવમી હિંસા કેસમાં વધુ ચાર શખ્સોની અટકાયત, જ્યારે અન્ય આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

હિંમતનગરમાં રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. શોભયાત્રા પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.

Gujarat Others
રામનવમી

હિંમતનગરમાં રામનવમી પર થયેલ હિંસા મામલે પોલીસે વધુ ચાર શખ્સોની અટકાયત કરી છે. બે દિવસ પહેલા પકડેલા પાંચ આરોપીઓએ રિમાન્ડ દરમિયાન આ આરોપીઓએ અન્ય ચાર શખ્સોના નામ જાહેર કર્યા હતા. જેના આધારે પોલીસે ચાર જેટલા શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. આ તમામ શખ્સોને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે.

હિંમતનગરમાં રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. શોભયાત્રા પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જેના પછી બે જૂથ વચ્ચે હિંસા ફાટી નિકળી હતી. આ મામલે પોલીસે 1004 શખ્સો વિરુદ્ધ બે પોલીસ સ્ટેશનમાં ચાર જેટલી ફરિયાદો નોંધી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 45 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

સોમવારે મોડી રાતે હિંમતનગરના વણઝારા વાસ અને હસનનગરમાં બે જૂથ સામ સામે આવી ગયા હતા. જે બાદ બંને જૂથ દ્વારા સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ ભરેલા બાટલા પણ ફેંકવામાં આવ્યા હોવાનું કહેવાઇ રહ્યુ છે. જેની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બાદમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. કોઈ સ્થાનિક દ્વારા આ હિંસાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો હતો. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.

રવિવારે સમગ્ર દેશ સહિત રાજ્યમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ હતી. આ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં રામજન્મ બાદ શોભાયાત્રા પણ નીકળી હતી. હિંમતનગરના છાપરિયા ગામમાં પણ રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા પર કેટલાંક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ તથા આગચંપી કરવામાં આવી હતી.

ત્યારે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. જે બાદ સ્થિતિ કાબૂમાં હોય તેમ લાગી રહ્યુ હતુ. ત્યારે સોમવારે હિંમતનગરમાં અજંપાભરી શાંતિ જોવા મળી હતી. પરંતુ હિંમતનગરમાં મોડી રાત્રે ફરી એકવાર શાંતિ ડહોળાઈ હતી. મોડી રાત્રે હિંમતનગરના વણઝારા વાસ અને હસનનગરમાં હિંસા ભડકી હતી. જેના કારણે સ્થાનિકોમાં એકતરફ રોષ છે તો બીજીબાજુ ભયનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો:પૂર્વ કેન્દ્રીય મંત્રી પર કોંગ્રેસના નેતા વંદનાબેન લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું – મારી અંગત થઇ જા અને…

ગુજરાતનું ગૌરવ