મોટા સમાચાર/ પાંજરાપોળ જમીન વિવાદમાં નિવૃત એસ.કે.લાંગાની ધરપકડ

ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે.લાંગાની ધરપકડ કરવામાં આવી છે. જમીન પ્રકરણમાં ભ્રષ્ટાચાર આચરી ગેરરીતી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે,

Gandhinagar Top Stories Gujarat
Untitled 8 1 પાંજરાપોળ જમીન વિવાદમાં નિવૃત એસ.કે.લાંગાની ધરપકડ

ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે.લાંગાની ધરપકડ કરવામાં આવી છે. જમીન પ્રકરણમાં ભ્રષ્ટાચાર આચરી ગેરરીતી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે, એસ.કે.લાંગાની ધરપકડથી મહેસુલી અધિકારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

રાજ્યમાં કરોડો રૂપિયાના કૌભાંડ થતા આવ્યા છે, ત્યારે ગાંધીનગર જિલ્લાના પૂર્વ કલેકટર એસ.કે. લાંગાએ નિવૃત્તિ બાદ કલેકટર તરીકેની સહી કરીને બિનખેડૂતને ખેડૂત અને ખોટા દસ્તાવેજને સાચા દસ્તાવેજ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

ગાંધીનગર કલેકટર તરીકે એસ.કે.લાંગાએ ગાંધીનગરમાં 06 એપ્રિલ 2018થી 30 સપ્ટેમ્બર 2019 સુધી કાર્યરત રહ્યા હતા. જેમાં ફરિયાદ મુજબ એસ.કે. લાંગા પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહેસુલના નિર્ણય કરવામાં આવ્યા હતા. જે બાબતે ખાતાકીય રાહે તાપસ કરવામાં આવી હતી. જેમાં ખાતાકીય તપાસ કરી પૂર્ણ કર્યા બાદ તપાસ અધિકારી વિનય વ્યાસાએ લેખિતમાં પૂર્વ કલેકટર, ચિટનીશ અને RAC વિરુદ્ધ પગલાં લેવાની ભલામણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગા, તત્કાલીન ચિટનીશ અને RAC વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત

આ પણ વાંચો:સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં સારી રિલ્સ માટે કપડા માટે પૈસાની જરૂરિયાત પડતા ચોરીના રવાડે ચઢેલા ચાર ઈસમો ઝડપાયા

આ પણ વાંચો:સુરતમાં લાલચ આપી 7 લાખ કરતા વધુની કરાઈ ઠગાઈ, મહારાષ્ટ્રથી આરોપીની ધરપકડ

આ પણ વાંચો:રાજકોટમાં 4 વર્ષથી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, 26 જૂનથી છે લાપતા યુવતી