સુરત/ સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં સારી રિલ્સ માટે કપડા માટે પૈસાની જરૂરિયાત પડતા ચોરીના રવાડે ચઢેલા ચાર ઈસમો ઝડપાયા

સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અલગ અલગ રીલ્સ બનાવવા માટે સારા કપડાં, ઘડિયાળ અને પૈસાની જરૂરિયાત પડતા યુવકો ચોરી કરવા લાગ્યા અને સુરતની અલથાણ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી

Gujarat Surat
Untitled 4 2 સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં સારી રિલ્સ માટે કપડા માટે પૈસાની જરૂરિયાત પડતા ચોરીના રવાડે ચઢેલા ચાર ઈસમો ઝડપાયા

@અમિત રૂપાપરા 

વર્તમાન સમયમાં યુવાનો સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા પણ ડરતા નથી. જાણે આ યુવાનોમાં કાયદાનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અલગ અલગ રીલ્સ બનાવવા માટે સારા કપડાં, ઘડિયાળ અને પૈસાની જરૂરિયાત પડતા યુવકો ચોરી કરવા લાગ્યા અને સુરતની અલથાણ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 22 લાખ રૂપિયા રોકડા, 5 મોબાઇલ 4,78,000ના સોનાના દાગીના સહિત કુલ 28,77,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરતના અલથાણ પોલીસ સ્ટેશનમાં 30-06-2023ના રોજ એક ચોરીનો ગુનો નોંધાયો હતો. 30 જુનના રોજ રાત્રે 12 વાગ્યે કેટલાક ઈસમ હોય ભરથાણા વિસ્તારમાં આવેલ હિના બંગલોના 145 નંબરના બંગલોમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે આ ઘટનાને લઇ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.

અલથાણ પોલીસ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસી રહી હતી. ત્યારે પોલીસને આ ફૂટેજમાં અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ ભોલાસિંગ નામનો આરોપી દેખાયો હતો અને પોલીસ રેકોર્ડમાં ભોલાસિંગના મોબાઈલ નંબર સહિતનો ડેટા હોવાના કારણે પોલીસે ભોલાસિંગને ફોન કર્યો હતો અને તેના ઘરે પણ તપાસ કરી હતી. ભોલાસિંગનો મોબાઇલ સ્વીચ ઓફ આવ્યો હતો. આ ઉપરાંત આરોપી પોતાની ઘરે પણ ન હતો ત્યારે પોલીસ દ્વારા પોતાના સોર્સીસ પાસેથી આરોપીની વધુ માહિતી મેળવવામાં આવી ત્યારે પોલીસને જાણકારી મળી હતી કે આરોપી ભોલાસિંગ ચોરીનો મુદ્દામાલ વેચવા માટે ઉત્તર પ્રદેશ રવાના થયો છે.

તેથી અલથાણ પોલીસ દ્વારા એક ટીમ ઉત્તર પ્રદેશ ખાતે રવાના કરવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીનું લોકેશન ટ્રેશ થતા 5 જુલાઈ 2023ના રોજ ચોરીના ગુનામાં ભાગતા ફરતા ચાર આરોપીને કાનપુરના નવાપુરવા ગામ મુસાનગરમાંથી પકડવામાં સફળતા મળી હતી.  અલથાણ પોલીસ દ્વારા કાનપુર ખાતેથી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી વિમલ સિંગ ઉર્ફે ભોલાસિંગ ઠાકુર, બંટી ઠાકુર, બીનુકુમાર કેવટ અને સજ્જન કેવટનો સમાવેશ થાય છે. આ આરોપીઓ પાસેથી 22 લાખ રૂપિયા રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મોબાઇલ સહિતનો કુલ 28,77,100 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછમાં તેને કબૂલાત કરી હતી કે આરોપીઓ સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની રિલ્સ બનાવીને ફેમસ થવા માંગતા હતા અને સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની રિલ્સ બનાવવા માટે તેમને સારા કપડા, ઘડિયાળ તેમજ પૈસાની જરૂરિયાત પડતી હતી અને તેઓ પૈસા, ઘડિયાળ અને સારા કપડા માટે ચોરી કરવા તરફ વળ્યા હતા.

આરોપીઓની ધરપકડ બાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઉપરાંત ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાનો તેમજ અલથાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે. તો અગાઉ આરોપી બિમલસિંહ ઉર્ફે ભોલાસિંગ ઠાકુર સામે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં બે, પાંડેસરામાં એક અને ઉધના પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો:સુરતમાં લાલચ આપી 7 લાખ કરતા વધુની કરાઈ ઠગાઈ, મહારાષ્ટ્રથી આરોપીની ધરપકડ

આ પણ વાંચો:રાજકોટમાં 4 વર્ષથી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, 26 જૂનથી છે લાપતા યુવતી

આ પણ વાંચો:સુરતના સચિન GIDCમાં દીવાલ ધરાશાયી થતા એકનું મોત, ચાર દટાયા

આ પણ વાંચો:સુરતમાં ગોલ્ડ ટ્રેડિંગમાં વળતરની લાલચ આપી કરી ઠગાઈ, બે આરોપીની ધરપકડ