લવ જેહાદ/ રાજકોટમાં 4 વર્ષથી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, 26 જૂનથી છે લાપતા યુવતી

રાજકોટના પરિવારની દીકરી કુંડલિયા કોલેજમાં અભ્યાસ કરતી હતી. 17 વર્ષની હતી ત્યારથી યુવતીને ક્રિકેટનો શોખ હતો, એવામાં તે ક્રિકેટનું કોચિંગ આપતા મહેબૂબ બુખારીના સંપર્કમાં આવી.

Top Stories Gujarat Rajkot
Untitled 3 રાજકોટમાં 4 વર્ષથી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, 26 જૂનથી છે લાપતા યુવતી

સુરત બાદ હવે રાજકોટમાં પણ લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.મહેબુબ બુખારી નામનો શખ્સ 26 જૂનથી યુવતીને લઇ ફરાર થયો હતો.ક્રિકેટ કોચિંગ ક્લાસના સંચાલક મહેબુબ બુખારીએ 4 વર્ષ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો.યુવતીના માતા પિતાને ધમકી આપતા તેઓએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ બાદ પોલીસે યુવતીની તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી અનુસાર, રાજકોટના પરિવારની દીકરી કુંડલિયા કોલેજમાં અભ્યાસ કરતી હતી. 17 વર્ષની હતી ત્યારથી યુવતીને ક્રિકેટનો શોખ હતો, એવામાં તે ક્રિકેટનું કોચિંગ આપતા મહેબૂબ બુખારીના સંપર્કમાં આવી. ત્યારથી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. સાથે જ પરિવારનું કહેવું છે કે, વિધર્મી આરોપીએ તેમને ધમકી પણ આપી હતી કે, તારી છોકરી 17 વર્ષની હતી ત્યારથી બળાત્કાર ગુજારું છું, થાય તે કરી લેજો.’ હજુ સુધી આરોપીએ યુવતી સાથે લગ્ન નથી કર્યા પરંતુ તેને હોસ્ટેલના રૂમમાં રાખતો હોવાનો આક્ષેપ કરાયો છે.

યુવતી 26 જૂનથી ગાયબ હોવાની જાણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જોકે હજુ સુદી યુવતીનો કોઈ પતો મળ્યો નથી અને હાલમાં તે ક્યાં છે તેની પણ જાણકારી નથી. એવામાં સોમવારે યુવતીને માતા-પિતા કોલેજ સંચાલકો પાસે પહોંચ્યા હતા અને પોતાની સમગ્ર કહાણી જણાવી હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો અને તેમના આદેશ બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.

મહેબૂબ બુખારી નામના વિધર્મી યુવકે કુંડલીયા કોલેજની એક વિદ્યાર્થીને ચાર વર્ષ પૂર્વ પ્રેમમાં ફસાવી હતી અને દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે મહેબૂબ બુખારીએ તેમની પુત્રીને ફસાવી છે. એટલું જ નહી તેનું નામ બદલીને  નાઝનીન કરી નાખ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:સુરતમાં ગોલ્ડ ટ્રેડિંગમાં વળતરની લાલચ આપી કરી ઠગાઈ, બે આરોપીની ધરપકડ

આ પણ વાંચો:સુરતના સચિન GIDCમાં દીવાલ ધરાશાયી થતા એકનું મોત, ચાર દટાયા

આ પણ વાંચો:વડોદરામાં ડિવોર્સી મહિલાએ બે દીકરીઓની હત્યા કરી આપઘાતનો કર્યો પ્રયાસ

આ પણ વાંચો:રાજકોટમાં 18થી વધુ સ્થળે IT વિભાગના દરોડા, જવેલર્સ માલિકના રહેણાંક મકાનોમાં પણ સર્ચ