અમદાવાદ/ કાલ થી BRTS/AMTS બસ સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે

રાજયમાં આ વખતે કોરોનાની બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી .જેમના લીધે સરકાર આ કેસો નિયંત્રણમાં લાવવા અથાગ પ્રયત્નો કરતી જોવા મળી રહી છે .ત્યારે અમદાવાદ માં પણAMC  દ્વારા  શહેરમાં બીઆરટીએસ અને એએમટીએસ  બંધ કરી દેવામાં આવી હતી .જે હવે કેસો હળવા થતા ફરીથી શરુ કરાઈ છે . અમદાવાદ શહેરમાં આગામી સોમવારથી સંપૂર્ણ […]

Ahmedabad Gujarat
2 13 કાલ થી BRTS/AMTS બસ સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે

રાજયમાં આ વખતે કોરોનાની બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી .જેમના લીધે સરકાર આ કેસો નિયંત્રણમાં લાવવા અથાગ પ્રયત્નો કરતી જોવા મળી રહી છે .ત્યારે અમદાવાદ માં પણAMC  દ્વારા  શહેરમાં બીઆરટીએસ અને એએમટીએસ  બંધ કરી દેવામાં આવી હતી .જે હવે કેસો હળવા થતા ફરીથી શરુ કરાઈ છે .

અમદાવાદ શહેરમાં આગામી સોમવારથી સંપૂર્ણ ક્ષમતા સાથે બીઆરટીએસ અને એએમટીએસ બસ ઓન રોડ રસ્તા પર જોવા મળશે.AMC  દ્વારા મહત્વનો નિર્ણય કરાયો કે  એએમટીએસની 575 બસ અને બીઆરટીએસની 225 બસ આગામી સોમવારથી સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે.  જેમાં તમામ પ્રવાસીઓએ કોરોના ગાઇડલાઇન પાલન કરવાનું રહેશે. બસમાં પ્રવાસીઓની કેપેસિટી 50 ટકા રાખવામા આવશે. મહત્વપૂર્ણ છે કે કોરોના મહામારીના પગલે બીઆરટીએસ અને એએમટીએસના સેવા બંધ કરવાનો નિર્ણય કરાયો હતો પરંતુ શહેરમાં કોરોના કેસ ઘટતા સાત જૂનથી 50 ટકા ઓછી કેપેસિટી સાથે બસ રસ્તા પર દોડતી હતી. હવે આગામી સોમવાર એટલે 14 જૂનથી સંપૂર્ણ ક્ષમતા સાથે બસ દોડવાનો નિર્ણય કરાયો છે.

એએમટીએસ ચેરમેન વલ્લભભાઇ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકા ભારતમાં જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવા અંગે કામગીરી કરવામાં અગ્રેસર રહેલ છે. એએમટીએસ અને બીઆરટીએસ શહેરીજનોને જાહેર પરિવહનની સેવા પુરી પાડવામાં આવે છે. વર્તમાન કોરોના સંક્રમણના પગલે સેવાઓ બંધ કરવાની ફરજ તંત્રને પડી હતી. પગાઉ કોરોના પગલે બસ સેવા બંધ કરવામાં તંત્ર ફરજ પડી હતી. જે હવે કોરોના ગાઇડલાઇન અને સરકાર નવા આદેશ બાદ દોડાવવામાં આવશે.