Not Set/ રાજકોટ: મગફળી બાદ હવે તુવેરની ખરીદીમાં પણ કૌભાંડ!

રાજકોટ, મગફળી બાદ હવે તુવેરની ખરીદીમાં પણ મોટું કૌભાંડ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ડીલીવરી લેવા ગયેલા એક વેપારીને માટી, કાંકરા અને હલકી ગુણવતાનો માલ અપાયો હતો. જેથી વેપારી સારો માલ આપવામાં આવે અથવા આપેલા પૈસા રિફન્ડ આપવામાં આવે તેવી માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, તુવેરની ટેકાના ભાવે ખરીદી કરી નાફેડ દ્વારા માલને […]

Top Stories Gujarat Rajkot
mantavya 60 રાજકોટ: મગફળી બાદ હવે તુવેરની ખરીદીમાં પણ કૌભાંડ!

રાજકોટ,

મગફળી બાદ હવે તુવેરની ખરીદીમાં પણ મોટું કૌભાંડ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ડીલીવરી લેવા ગયેલા એક વેપારીને માટી, કાંકરા અને હલકી ગુણવતાનો માલ અપાયો હતો. જેથી વેપારી સારો માલ આપવામાં આવે અથવા આપેલા પૈસા રિફન્ડ આપવામાં આવે તેવી માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તુવેરની ટેકાના ભાવે ખરીદી કરી નાફેડ દ્વારા માલને ગોડાઉનમાં ભરવામાં આવ્યો હતો. બાદમાં વેપારીઓ પાસેથી પૈસા લઇને તેની ડિલિવરી માટે અલગ અલગ ગોડાઉનમાં તુવેરો મોકલી આપવામાં આવી હતી.

જ્યારે દિપકભાઇ નામના વેપારી તુવેરનો જથ્થો આપવામાં આવ્યો ત્યારે તેમાં માટી, કાંકરા નિકળ્યા હતા. આપને જણાવી દઇએ કે, જે ગોડાઉનમાંથી માટી, કાંકરાવાળી તુવેરો રાખવામાં આવી હતી તે માણાવદરનું કુલદિપ ગોડાઉન છે.

ત્યારે હવે વેપારી દિપકભાઇએ નાફેડના અધિકારીઓનો સંપર્ક સાધ્યો  હતો અને નાફેડના અધિકારીઓએ આગામી મંગળવાર સુધીમાં સારો માલ આપવા અથવા પૈસા રીફન્ડ આપવાની ખાતરી આપી છે.